લો બોલો ક્લાર્ક માંથી ભગવાન બનેલાં કલ્કિ પાસેથી નીકળ્યાં અબજો રૂપિયા, રકમ જાણીને તમે પણ ચોંકી જશો

કલ્કિ એક પ્રસિદ્ધ કથા કાર તારી ઓળખાતા અને પોતાને વિષ્ણુના 10 મા અવતાર ગણાવતા સેલ્ફ સ્ટાઇલ ગોડમેન કલ્કિ ભગવાન આશ્રમ અને અન્ય ઠેકાણા પર આવક વેરા વિભાગ દ્વારા પડાયેલા દરોડામાં આશ્રમમાંથી રૂપિયા 93 કરોડની રોકડ અને અન્ય સ્થળોએથી રૂપિયા 500 કરોડની બિનહિસાબી સંપત્તિ મળી આવી હતી.

શુક્રવારે આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, કલ્કિ ભગવાન અને તેમના પુત્ર ક્રિશ્નાની માલિકીના આઁધ્રપ્રદેશ અને તામિલનાડુમાં આવેલા 40 ઠેકાણા પર આવકવેરા વિભાગ દ્વારા બુધવારે દરોડા પડાયા હતા.

આંધ્રપ્રદેશ અને તામિલનાડુની સરહદ પર આવેલા ચિત્તૂર, ચેન્નઇ, હૈદરાબાદ, બેંગ્લુરુમાં આવેલા વિવિધ સ્થળો ખાતે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

એક કથિત બાબાના સામ્રાજ્યની જાણ થઇ હતી. 1980 ના દાયકામાં કલ્કિ ભગવાન દ્વારા શરૂ કરાયેલું ગ્રૂપ રીઅલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, સ્પોર્ટ્સ વગેરે સેક્ટરમાં ભારત તથા વિદેશમાં કામગીરી કરતું હતું. ટ્રસ્ટો અને કંપનીઓ સાથે મળીને આખું વર્ષ ફિલોસોફી પર વેલનેસ કોર્સ અને ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવતાં હતાં. આ કોર્સમાં ભાગ લેવા ભારત અને વિદેશોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતાં હતાં.

જેના કારણે ગ્રૂપને મોટા પ્રમાણમાં વિદેશી ચલણમાં આવક થતી હતી. ગ્રૂપ દ્વારા આ આવકને સંતાડીને આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં બેનામી સંપત્તિઓ ખરીદવામાં આવતી હતી અને વિદેશોમાં મૂડીરોકાણ કરાતું હતું. આવક વેરા વિભાગે તના આશ્રમ અને ઑફિસમાં છાપો માર્યો તો અધિકારીઓની આંખો પહોળી રહી ગઇ હતી.

કર્ણાટના બેંગલુરુમાં એક કથિત આધ્યાત્મિક ગુરુના આશ્રમમાં મારેલા છાપામાં કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ કથિત ગુરુનું નામ કલ્કિ ભગવાન છે. આ બાબાએ પોતાના સામ્રાજ્યની શરૂઆત લાઇફ ઇન્સ્યોરન્સ ક્લાર્કથી કરી હતી.

આ ક્લાર્ક પોતાને ભગવાન વિષ્ણુના 10 મો અવતાર માનતો હતો. શુક્રવારે ઇન્કમટેક્સ વિભાગે બેંગલુરુના આશ્રમમાં છાપો માર્યો હતો. આઇટી વિભાગે 93 કરોડ રોકડા રૂપિયા મળ્યા હતા. આ ઉપરાંત બાબાના બીજા આશ્રમોમાં છાપો મારતા 409 કરોડથી વધારે બેનામી સંપત્તીની જાણ થઇ હતી.

આવક વેરા વિભાગે જણાવ્યું હતું કે, આશ્રમ અને તેની વિવિધ શાખાઓમાં અપાતા દાનની રકમ જાહેર કરાતી નહોતી અને આશ્રમનો સ્ટાફ રોકડમાં અપાતા દાનની રકમ હિસાબમાં દર્શાવતા નહોતા.

તે ઉપરાંત સંપત્તિના વેચાણ માંથી થતી કાળા નાણાની આવકને પણ સંતાડવામાં આવતી હતી. આશ્રમમાંથી રૂપિયા 43 કરોડ રોકડા, મોટા પ્રમાણમાં રોકડમાં વિદેશી ચલણ મળી આવ્યાં છે. ઇન્કમટેક્સ વિભાગ પ્રમાણે કલ્કિ અને તેમના પુત્ર કૃષ્ણાના આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં 40 જગ્યાએ છાપા માર્યા હતા.

આઇટીની રેડ એક સાથે ચેન્નાઇ, હૈદરાબાદ, બેંગલુરુ અને વરાદિયા પાલમમાં પાડી હતી. કલ્કીએ પોતાના સમૂહની સ્થાપના એક્તાના સિદ્ધાંત ઉપર 1980 માં કરી હતી. ત્યારબાદ તેનાથી આ ગ્રૂપનો બધી બાજુ વિસ્તાર થવા લાગ્યો હતો.

જેમાં રિયલ એસ્ટેટ, કંસ્ટ્રક્શન અને રમત ક્ષેત્રમાં પોતાના મૂળ જમાવ્યા હતા. આ સમૂહનો વિસ્તાર ભારતમાં જ નહીં વિદેશમાં પણ થયો છે. ટ્રસ્ટોનો સમૂહ દર્શન અને આધ્યાત્મિકતામાં કલ્યાણકારી કાર્યક્રમ અને ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવતા હતા.

પોતાના કોર્સના માધ્યમથી આ સમૂહ વિદેશમાં રહેનારા લોકોને લલચાવ્યા, જેથી તેમની પાસે વિદેશી મુદ્રાઓની પણ કમાણી કરી હતી. આવક વેરા વિભાગ પ્રમાણે આ સમૂહ આપવામાં આવનારી રસીદોમાં હેરાફેરી કરું હતું.

પૈસાના રિયલ એસ્ટેટમાં લાગતા હતા. આજ કારણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં જમીનો ખરીદી હતી. સર્ચ ઑપરેશનમાં સાફ જાણવા મળ્યું હતું કે, આશ્રમે લોકો પાસેથી મળનારા ડૉનેશનને પોતાની રીતે દબાવ્યું હતું. આશ્રમ અને સમૂહનો સ્ટાફ એકાઉન્ટ બૂક ઉપર પણ કેશ રાખતો હતો.

આ ઉપરાંત પ્રોપર્ટીને ઊંચા ભાવમાં વેચીને બ્લેક કમાણી કરી રહ્યા હતા. છાપા દરમિયાન મોટી માત્રામાં વિદેશી ચલણ પણ મળ્યું હતું. આવક વેરા વિભાગે છાપામાં 25 લાખ અમેરિકન ડૉલર આશરે (18 કરોડ રૂપિયા) મળ્યા છે. 88 કિલો સોના અને જ્વેલરી મળ્યું હતું. જેની કિંમત 26 કરોડની આસપાસ થાય.

5 કરોડ રૂપિયાના ડાયમંડ પણ રેડ દરમિયાન મળ્યા હતા.આ ઉપરાંત તપાસમાં આ આખા ગ્રૂપની 500 કરોડ રૂપિયાની બેનામી સંપત્તી મળી હતી. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, બુધવારથી શરૂ થયેલા દરોડા હજુ ચાલુ છે અને વિભાગના અધિકારીઓ વિવિધ સ્થળોએ તપાસ ચલાવી રહ્યાં છે.

બુધવારે આંધ્રપ્રદેશના ચિત્તૂર ખાતે આવેલા વિવાદાસ્પદ સેલ્ફ સ્ટાઇલ્ડ ગોડમેન કલ્કિ ભગવાનના આશ્રમ અને તેમના પુત્રના ચેન્નઈ સ્થિત બિઝનેસ સહયોગીઓના 40 કરતાં વધુ ઠેકાણા પર બુધવારે આવકવેરા વિભાગે દરોડા પાડયા હતા. આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 40 કરતાં વધુ ઠેકાણા પર આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે જેમાંથી 20 સ્થળ ચેન્નઈમાં છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top