ગુજરાત માં ઠેર ઠેર મળતા દારૂ ને લઈને આજ કાલે વિવાદિત પ્રશ્નો ખુબજ વધી રહ્યાં છે. ત્યારે વધુ માં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને બધા ને ચકિત કરી દીધાં હતાં. દારૂબંધી મામલે વિવાદ અત્યારે ચરમસીમા પાર છે.
ગુજરાત અક્ષયને ખબર છે કે રાજ્યભરમાં ઠેર ઠેર દારૂ મળી રહ્યોય છે અને બુટલેગરો બેફામ થઈને સરકાર અને પોલીસની મિલીભગતથી દારૂ વેંચી રહ્યા છે. પરંતુ છતાં પણ મુખ્યમંત્રી વિજય રૂપની ગુજરાતમાં દારૂ મળે છે એ સ્વીકારવા તૈયાર નથી અથવા તો દારૂબાંધી મુદ્દે પોતાની નિષ્ફળતા સ્વીકારવાની તેમનામાં હિંમત નથી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પણ કૈક એવું જ છે.તેઓની વાતો પણ લોકો ને અફવા લાગતી હતી પરંતુ હવે તે સત્ય ના પેલે પાર પણ પોહચી ગઈ છે.
નીતિન પટેલના મતવિસ્તારમાં જ દારૂની રેલમછેલ છે છતાં પણ નીતિન પટેલ બધું જાણતા હોવા છતાં આંખ આડા કાન કરીને દારૂબંધી મામલે મોટી મોટી વાતો કર્યે જાય છે ત્યારે આજે જોઈએ નીતિન પટેલના વિસ્તારમાં જ દારૂની કેટલી રેલમછેલ થઇ રહી છે.
એક તરફ શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના બાંગ્લા પાછળ જ દારૂ બનતો હોવાના આક્ષેપો લગાવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વિસ્તારમાં મહેસાણાના વિસનગર તાલુકાના ગુંજાળામાંથી 11.70 લાખનો, ગુંજાળા સીમના ખેતરમાંથી 1.38 લાખનો, તેમજ જોટાણાના ભાટારીયાની સીમમાંથી 2.68 લાખનો દારૂ એક જ દિવસમાં ઝડપાતા ચકરાર મચી જવા પામી છે.
આ વિસ્તાર નીતિન પટેલનો હોવાથી સોંઢીયાળ મીડિયા સહીત બધે નીતિન પટેલની બદનામી થવા પામી છે. વિસનગરતાલુકાના ગુંજાળા ગામમાં ખરાબમાં સડેલી મગફળીના બારદાન નીચે 7932 નંગ બોટલ પકડાઈ હતી જેની કિંમત 11.70 આંકવામાં આવે છે. બાદમાં દારૂની બોટલ પાર વોચ રાખનાર માણસને પોલીસે ઝડપી પડ્યો છે પરંતુ અન્ય ચાર બુટલેગરો કારમાં બેસીને ફરાર થઇ ગયા છે.
આમ મુખ્યમંત્રી વિજય રૂપની પોતાની તથા પોતાની સરકારની આબરૂ બચાવવા ભલે ગમ્મે એટલા ફાંફા મારે, પરંતુ ગુજરાતમાં વિકાસ દેખાઈ ન દેખાઈ, જ્યાં ત્યાં દારૂની રેલમછેલ જરૂર દેખાઈ આવે છે.આમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મહેસાણા વિસ્તારમાં સરકારનો વિકાસ ભલે ક્યાંય જોવા ન મળે, પરંતુ દારૂની રેલમછેલ ઠેર ઠેર જરૂર જોવા મળે છે.
તો ચાલો જોઈએ દારૂબંધી મુદ્દે ગુજરાતની રૂપાણી સરકારની અસલિયત બતાવતી કેટલીક દિલચસ્પ વાતો જે જાણી ને તમને પણ નવાઈ લાગશે.
ગુજરાત સરકાર ફક્ત વાતજ કરે છે હકીકત માં તો સત્ય કૈક બીજૂજ હોઈ છે. દારુબંધી ગુજરાત સરકારની આબરૂ કાઢતી આ છ હકીકત. ગુજરાત સરકારે તાજેતરમાં જ વિધાનસભામાં રાજ્યમાં દારૂ પકડવાના આંકડા આપતા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં પોલીસે રૂ. 250 કરોડનો દારૂ પકડ્યો છે જેમાં વાહનોની કિંમત 350 કરોડ જેટલી છે.
હાઇકોર્ટે કહ્યું દારૂના કેસોની મોટાભાગની એફઆઇઆર પહેલાથી ડિઝાઇન કરેલી હોય છે. મે 2019 માં હાઇકોર્ટે સરકારને કહ્યું કે વર્ષ 2017 થી 18 માં દારૂના કેસોની એફઆઇઆર જોઇએ તો તમામનું લખાણ જાણે પહેલાથી નક્કી કરેલું હોય તેવું જ હોય છે. જેમાં દરોડો પડે છે અને બુટલેગર ભાગી જાય છે. સરકારે આ અંગે તપાસ કરવી જોઇએ.થતાં પોતાનાજ લોકો ને લાગવગ વગર નિયમો હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવી જોઇએ.
પેહલા લોકો આ વાત પર વિશ્વાસ નતા કરતા હતાં પરંતુ હવે તે આ સચ્ચાઈ થઈ રૂબરૂ છે. દારૂના કાળા રૂપિયા સફેદ કરવા પર લગામ દારૂમાંથી કમાણી કરીને બ્લેકના વ્હાઇટ કરવાનો ધંધો કરનારા સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ 9 લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે.
આ લોકોમાં દાહોદ વિસ્તારના અશોક પાલનપુરી અને દમણના રમેશ માઇકલનો સમાવેશ થાય છે. દારૂબંધીથી રાજ્યના 9000 કરોડથી વધુનું નુક્સાન ગુજરાત સરકારે 12માં ફાયનાન્સ કમિશન સમક્ષ રજૂઆત કરી હતી.
ગુજરાતમાં દારૂબંધીને કારણે રાજ્યને દર વર્ષે 9000 કરોડનું નુકસાન થાય છે.આ નુકસાનની ભરપાઇ કેન્દ્ર સરકાર કરે. દારૂબંધી દૂર કરવા હાઇકોર્ટમાં થયેલા કેસમાં સરકારે હજુ ફાઇનલ જવાબ નથી આપ્યો ઓક્ટોબર 2018 માં દારૂબંધી દૂર કરવા માટે હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી છે.
પિટીશન કરનાર પરસી કાવિનાના વકીલોની દલીલ છે કે દારૂબંધીએ બંધારણના આર્ટિકલ 21 હેઠળ મળેલા અધિકારોનો ભંગ છે. નિયમ મુજબ દારૂએ ફૂડની કેટેગરીમાં આવે છે. વ્યક્તિએ શું ખાવું, ન ખાવું તે સરકાર નક્કી કરી શકે નહીં. હજ્જારો વર્ષોથી દારૂનો ઉપયોગ થાય છે. એટલે સરકારે દારૂંબધી ઉઠાવી લેવી જોઇએ. ફેબ્રુઆરી 2019 માં કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો હતો.
પછી તારીખો જ પડી છે. દારૂના 3.99 લાખ કેસ પેન્ડિગ ચાલે છે. વર્ષ 2017 થી દારૂના 3.99 લાખ કેસો પેન્ડિગ ચાલે છે. 55 હજાર કેસો બોમ્બે પ્રોહિબિશન એક્ટ હેઠળના છે. આ વેટ થઈ એતો સાબિત થય ગયું છેકે સરકાર ટેનજ નિયમ નથી પડી શકતી. જો સરકાર પોતેજ નિયમનથી પડી સકતી તો બીજાને કેવાનો પણ કોઈ અધિકાર નથી.