3000 ફૂટની ટોચ ઉપર બેઠેલા ગણપતિને જોઈ દિલ ખુશ થઈ જશે, જાણો અહીં બિરાજ્યા છે ગણપતિ

ઘણાલોકો ફરવા ચોમાસામાં જતા હોય તો આજે એવા જ એક સ્થળની વાત કરીએ જ્યાં ફરવાની અને દર્શન કરવાની ખરી મજા જ ચોમાસામાં આવે છે..તો ફરવાના સાથે સાથે ધાર્મિક દર્શન કરવા માટે પણ આ સ્થળ ખાસ છે..ગણપતિ ના દર્શન કરવાની સાથે સાથે આજુ બાજુના પહાડો, નદીઓ અને ત્યાં વિહરતા પક્ષીઓ તમને ખુબજ ગમશે…

ક્યાં આવેલું છે આ મંદિર?

જગદલપુરઃ વેકેશનમાં ઉનાળાની ગરમીથી કંટાળી ગયા હોવ તો છત્તીસગઢના રાયપુર શહેરની આસપાસ અનેક ફરવાના સ્થળ આવેલા છે. જે પૌરાણિક પણ છે અને એડવેન્ચર લવર્સ માટે ટ્રેકિંગ માટેનું એક બેસ્ટ પ્લેસ છે.

રાયપુરથી થોડા અંતરે આશરે 3000 ફૂટની ઊંચાઈ પર બિરાજમાન છે ધોલકલ ગણેશ. દાંતેવાડા જિલ્લામાં આવેલા ફરસપાલ પર્વત પર આવેલા આ ગણેશજીની ખાસ વાત એ છે કે, એ કોઈ મંદિરમાં બિરાજમાન નથી. પણ એક ટોચ પર આવેલી એક ટેકરી પરમૂર્તિરુપેબિરાજમાન છે.

9મી સદીમાં સ્થાપિત કરાઈ હતી.

રાયપુરથી 350 કિમીના અંતરે આવેલા આ ગણેશ સ્થાનક પર દર વર્ષે વેકેશનમાં અનેક ટ્રેકિંગ કેમ્પ લાગે છે. એવું માનવામાં આવે છે કે, આશરે 9મી સદીમાં આ પર્વત પર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. ગ્રેનાઈટ સ્ટોનીથી બનેલી આ મૂર્તિ 3 ફૂટની છે.

એક સમયે ગણેશજી અને પર્શુરામની લડાઈ ફરસપાલ પર્વત પર થઈ હતી. એવી માન્યતા છે કે, શિવજીના વરદાનથી પર્શુરામ એક મોટું યુદ્ધ જીતીને આવ્યા હતા ત્યારે શિવજીને મળવા જતી વખતે પણ ગણેજીએ તેમનો રસ્તો રોક્યો. પછી બંને વચ્ચે યુદ્ધ થતા પર્શુરામે ગણેજીનો એક દાંત કાપી નાખ્યો. તેથી દરેક ગણેશની મૂર્તિ કે ફોટામાં એક દાંત કપાયેલો હોય છે.

જંગલ અને ઝરણો વચ્ચેથી રસ્તો.

આ લડાઈ વખતે પર્શુરામનું શસ્ત્ર પર્શુ આ પહાડ પર પડી ગયું હતું .તેથી આ પહાડને લોઢાના પહાડ કહેવામાં આવે છે. ધોલકલના મુખ્ય શિખર સુધી પહોંચવા માટે 5 કિમીનું ટ્રેકિંગ ફરજિયાત કરવું પડે છે, કારણ કે ખાસ કોઈ એવો ડામર રોડ કે કેડી નથી. ટ્રેકિંગ દરમિયાન ઘટાદાર જંગલ, ઝરણાઓ, જળઘોઘ અને કેડીઓ જોવા મળશે. પ્રવાસીઓ અને સ્થાનિકોમાં આ રુટ ખૂબ જાણીતો છે. વર્ષ 1934માં આ રુટ એક જીયોલોજીસ્ટ ક્રુકશાંકે શોઘ્યો હતો.

કેવી રીતે મળ્યા આ ગણેશ.

સામાન્ય રીતે આટલી ઊંચાઈ પર કોણ ગણેશજીની સ્થાપના કરવા આવ્યું હશે એ પ્રશ્ન સ્વાભાવિક થાય. પણ વર્ષ 2012માં એક પત્રકારે પોતાના ટ્રેકિંગ દરમિયાન આ ગણેશજીની મૂર્તિ શોધી કોઢી હતી. બપ્પી રાય અને હમંત કશ્યપ નામના બે પત્રકારો અહીં ટ્રેકિંગ માટે આવ્યા હતા.

પ્રથમ વખત એ ગણેશ અને તેની આસપાસના લોકેશનના ફોટા ક્લિક કરાયા. ત્યાર બાદ બધાને ખબર પડી કે, જંગલની વચ્ચે 3000 ફૂટ ઊંચે એક ગણેશજી બિરાજમાન છે. પછીથી આ ટ્રેક જાણીતો બન્યો.

આ છે રહસ્ય?

ગણેશજીની આ મૂર્તિ કોણે સ્થાપિત કરી અને ક્યારે સ્થાપિત કરી એ સમયગાળો હજું અકબંધ છે. છત્તીસગઢના ટુરિઝમ પ્રમોશનમાં ખાસ કરીન ટ્રેકિંગ પોઈન્ટમાં આ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવે છે. સૌથી ખાસ વાત એ છે કે, આસપાસ વસતા આદિવાસીઓને ટુરિઝમમાં જોડી દેવાયા છે. જેથી તેમને પણ રોજગારી મળે. જેઓ રુટ બતાવવાનું અને પ્રવાસી ઓને મદદ કરવાનું કામ કરે છે. આ આદિવાસીઓ સમગ્ર જંગલના દરેક વિસ્તારથી વાકેફ છે.

સરકારને નોંધ લીધી.

પત્રકારોના રિપોર્ટ બાદ સરકારે પણ આ જગ્યાને વિકસાવવા માટે મદદ કરી. ગણેશજીને ત્યાંથી ખસેડ્યા વગર આસપાસ પથ્થરની વાળ કરી દેવામાં આવી. જેમાં સરકારે પોતાના ટુરિઝમ વિભાગને વેગ આપવા આ જગ્યાનો ઉલ્લેખ કરવા કહ્યું. ઘોલકલ ગણેશના શિખર સુધી પહોંચ્યા બાદ આસપાસનો નજારો એક વખણ માણવા જેવો છે. દૂર દૂર સુધી ફેલાયેલા વિશાળ જંગલ, દૂરથી દેખાતા મોટા પહાડ અને ખળખળ વહેતા ઝરણાઓ વ્યક્તિને કોઈ કવિતા લખવા મજબૂર કરી દે તો નવાઈ નહીં.

નાગવશંનું શાસન

અહીં એક સમયે નાગવંશનું શાસન હોવાનું પુરાતત્વખાતાએ જણાવ્યું હતું. ગણેશજીની પ્રતિમાના પેટ પર નાગનું નિશાન છે. તેથી આ ગણેશજીની સ્થાપના નાગવંશના રાજવીઓએ કરી હોવાનું માનવામાં આવે છે. પણ તેના કોઈ આધાર-પુરાવાઓ નથી. ગણેશજીની ખાસ વાત એ છે કે, ગણેશજીના એક હાથમાં તેમનો તૂટેલો દાંત છે. આવી પ્રતિમાં ભાગ્યે જ જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top