રસ્તા પર પડી ગઈ 9 કરોડની લોટરીની ટિકિટ, શોધતો રહ્યો વ્યક્તિ, પછી થયું કંઈક આવું

હાલના દિવસોમાં અમેરિકાથી એક ઘટના સામે આવી છે, જેના પર તમને પણ વિશ્વાસ નહીં થાય. આ ઘટના અમેરિકાના સ્પાર્ટાની છે. અહીં રહેતા એક વ્યક્તિએ લગભગ 9 કરોડ રૂપિયામાં લોટરી ખુલી હતી. લોટરી ખોલ્યા પછી, તે તેની પત્ની સાથે ઉજવણી કરી રહ્યો હતો કે તેની લોટરીની ટિકિટ ક્યાંક ખોવાઈ ગઈ.

આ વ્યક્તિનું નામ નિક સ્લેટન છે. નિકની ઉંમર 31 વર્ષની છે. તેને આ લોટરી ટિકિટ થોડા દિવસો પહેલા પોતાના બોસ સાથે ખરીદી હતી. બીજા દિવસે જ્યારે તેઓએ નંબરો ચકાસી લીધા, ત્યારે તેમનો નંબર ખુલ્યો અને તેઓએ 9 કરોડ રૂપિયાની મોટી જેકપોટ જીતી ગયા હતા. આ વાતને જણાવવા તે ઝડપથી તેની પત્ની પાસે દોડી ગયો.

નિકે તેની સંપૂર્ણ માહિતી પત્નીને આપી હતી. તેને તેની પત્નીને એમ પણ કહ્યું કે આ વિશે હજી કોઈને કહેતી નહિ. પતિએ લોટરી જીત્યાના સમાચાર સાંભળીને પત્નીની ખુશીનો પાર ન રહ્યો. તેને ખુશીથી આ વાત તેના ભાઈને કહી અને તેને લોટરીની ટિકિટ પણ બતાવી. પાછળથી દરેક તેની ઉજવણી માટે રેસ્ટોરન્ટમાં ગયા. આ ખુશીની ઉજવણી કર્યા પછી, જ્યારે તેઓ બધા રેસ્ટોરન્ટથી ઘરે જવા માટે તૈયાર થયા, ત્યારે જાણવા મળ્યું કે તેમની પાસે લોટરીની ટિકિટ નથી. તે ક્યાંક ખોવાઈ ગઈ છે.

નિક સ્લેટોને તેના વિશે જણાવ્યું – “સમયે મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે મારી લોટરીની ટિકિટ ખોવાઈ ગઈ છે. એવું લાગી રહ્યું હતું કે જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય.” બાદમાં બધાએ ટિકિટ શોધવાનું શરૂ કર્યું. તેને તે તમામ જગ્યાએ તપાસ શરૂ કરી જ્યાં તે પસાર થયા હતા. શોધ કરતી વખતે નિક સ્લેટનનું નસીબ સારું રહ્યું. આખરે તેને ટિકિટ એક ઑટો શોપની સામેના રસ્તા પર મળી આવી હતી.

Scroll to Top