લો બોલો 15મી ઓગસ્ટે મળ્યો હતો બેસ્ટ કોન્સ્ટેબલનો એવોર્ડ, બીજા જ દિવસે લાંચ લેતા પકડાયા જાણો વિગતે.

હાલ ના સમય માં ઈમાનદારી ખુબ ઓછી જોવા મળે છે. સૌ કોઈ લંચ લેતાજ હોઈ છે.આજે અમે તમને એક એવી સ્ટોરી કેહવા જય રહ્યા છીએ જે ખુબજ રસપ્રદ છે.

તો આવો જાણીયાએ .તેલંગણા રાજ્યના એક જિલ્લા માં એક કોન્સ્ટેબલે ખૂબ સરમનાક કાર્ય કર્યું છે.તેલંગાણામાં સ્વતંત્રતા દિવસ પર પોતાના જિલ્લામાં ‘બેસ્ટ કોન્સ્ટેબલ’નો એવોર્ડ મેળવ્યાના એક દિવસ બાદ જ પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ પકડાયા.

એન્ટી કરપ્શન બ્યૂરોએ શુક્રવારે પી. તિરુપતિ રેડ્ડીને તેલંગાણાના મહેબૂબનગર જિલ્લામાં એક રેતીના વેપારી પાસેથી 17,000 રૂપિયા લાંચમાં લેતા પકડી લીધા.

આ પોલીસ કોન્સ્ટેબલ કથિત રૂપે રેતીના વિપારીને તેનું ટ્રેક્ટર જપ્ત કરવાની ધમકી આપી રહ્યો હતો.અને પૈસા ન આપવા પર તેને ખોટા આરોપમાં ફસાવી દેવાની ધમકીપણ આપી હતી.

આ બાદ વેપારીએ ACBમાં ફરિયાદ કરી અને જાળ પાથરીને કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ પકડી લીધો.આ કોન્સ્ટેબલ નું આ કૃત્ય માફી ને લાયક પણ નથી કેમ કે જેને ‘બેસ્ટ કોન્સ્ટેબલ’નો એવોર્ડ મળવો એ ખૂબ ગર્વ ની વાત છે.

અને આવું ખરાબ કાર્ય કર્યા પછી એમને ખૂબ ખોટું પણ લાગતું હશે.ACBએ કોન્સ્ટેબલની ધરપકડ કરી અને તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યો હતો.

આ ઘટનાના એક દિવસ પહેલા જ કોન્સ્ટેબલના તેના સમર્પણ અને સખત મહેનત માટે ‘બેસ્ટ કોન્સ્ટેબલ’નો એવોર્ડ મળ્યો હતો. સ્વતંત્રતા દિવસના સમારોહ દરમિયાન રાજ્યના મંત્રીએ તેને પુરસ્કાર પ્રદાન કર્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top