Business

LPG Cylinder આ મહિને ખરીદી શકો છો સસ્તા ભાવે, જાણો કેવી રીતે

નવી દિલ્હી : રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની જેમ સિલિન્ડરના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ મહિને તમે સિલિન્ડરના ખર્ચમાં મોટી બચત કરી શકો છો. તમે આ ઑફરનો લાભ મેળવીને રૂપિયા 800 સુધીની બચત કરી શકો છો. જોકે, તમામ વપરાશકર્તાઓને આટલી બચતનો લાભ મળે તે જરૂરી નથી.

હવે પેટીએમ દ્વારા એલપીજી સિલિન્ડરનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ગ્રાહકો માટે બમ્પર ઑફર મૂકવામાં આવી છે. આ ઑફરમાં ગ્રાહકો રૂપિયા 815 સુધીની છૂટ મેળવી શકે છે. એટલે કે જો તમને તમામ 800 રૂપિયા સુધીનું કેશબેક મળે તો આ સિલિન્ડર ફક્ત રૂપિયા 15ના ભાવે પડશે.

ભારત પેટ્રોલિયમ દ્વારા પણ આ અંગે એક ટ્વીટ કરી અને ઑફર વિશે માહિતી આપવામાં આવી છે. પેટીએમ દ્વારા પ્રી બૂક કરો તો તમને ઑફરનો લાભ મળી શકે છે. તમે પીટએમ દ્વારા નીચે જણાવેલા સ્ટેપ્સ મુજબ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકો છો.

  • પેટીએમ એપ ઓપન કરો, ન હોય તો ડાઉલોડ કરો
  • એપને ઓપન કરો
  • ત્યારબાજ રિચાર્જ અને પે બીલ્સ – ‘recharge and pay bills’ ઑપ્શન ખોલો
  • હવે બૂક સિલિન્ડર ‘book a cylinder’ પર ક્લિક કરો
  • હવે ભારતગેસ પ્રોવાઇડર પસંદ કરો
  • હવે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા એલપીજી આઈડી નોંધો
  • ત્યારબાદ QR Code સ્કેન કરો અને ઓફરનો લાભ મેળવો

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker