અનામત પરિપત્રમાં સુધારો ન કરવાની માંગ સાથે બિન અનામત ઉમેદવારોનું આંદોલન

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલલા 65 દિવસથી એલઆરડી ભરતીના વિવાદના મુદ્દે મહિલાઓ આંદોલન કરી રહી છે. આ મામલે ગઈકાલે સરકારે તેમની માંગણી સ્વીકારી અને 01/08/2018 ના ઠરાવામાં સુધારો કરવાની વાત કરી હતી. જોકે, નવા પરિપત્રની લેખેતિ નકલ માંગી આંદોલન ન સમેટવાની જીદે ચડેલી મહિલાઓ હટી નહોતી. દરમિયાન આજે સરકાર વતી એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં જણાવ્યું છે કે સરકાર આ મુદ્દે નવો જીઆર બહાર પાડશે અને અરજદારોની માંગણી સંતોષાઈ જશે. આ મામલે વધુસુનાવણી 187મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

તા.01/08/2018 ના ઠરાવને રદ કરવાની માંગણી સાથે છેલ્લા 65 દિવસથી ગાંધીનગરમાં SC, ST, OBCની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે, જેની સામે સરકારે મંગળવારે નમતું જોખી જીએડીના ઠરાવમાં આંશિક સુધારો કરવાની જાહેરાત કરી હતી.

આ જાહેરાત બાદ બિન અનામત ઉમેદવારોએ પરિપત્ર રદ ન કરવા તેમજ કોઈપણ સુધારો ન કરવાની માંગ સાથે આંદોલન પર ઉતરી છે. હાલ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરી રહી છે. જો કે થોડીવાર બાદ બિન અનામત વર્ગના આગેવાનો અને મહિલા ઉમેદવારોએ રાજભવન તરફ કૂચ કરી હતી. જ્યાં તેઓ મંત્રીઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો મુખ્ય સચિવને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

સત્યાગ્રહ છાવણી પર પોલીસ કાફલો ગોઠવાયો

આ માંગ સાથે આંદોલનકારીઓ ગાંધીનગર જિલ્લા કલેક્ટરને મળવા માટે દોડી ગયા હતા. ત્યાર બાદ તેઓ મુખ્યમંત્રી કાર્યાલય તરફ રવાના થયા હતા. જો કે થોડીવારમાં જ સીએમઓ જવાને બદલે તેઓએ સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરવાનો નિર્ણય લીધો હતો. આંદોલનકારીઓએ ધરણા બેસવા માટે મંજૂરી માંગી હતી અને કલેકટરે મૌખિક મંજૂરી આપી હતી. જેને પગલે મોટી સંખ્યામાં પોલીસ ફાકલો સત્યાગ્રહ છાવણી પર ગોઠવાયો હતો.

1 ઓગસ્ટ 2018 નો પરિપત્ર રદ ન કરવાની માંગણી સાથે યોજાયેલી આ રેલીમાં મહિલા ઉમેદવારોની સાથે સાથે પાસના નેતા દિનેશ બાંભણિયાથી લઈ કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત સહિતના આગેવાનો જોડાયા હતા.

રાજ્ય સરકાર દ્વારા ઓગષ્ટ 2018 માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી છે. તો તેની સામે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ ધરણા પર બેઠી છે.

1 ઓગસ્ટ, 2018 નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ 65 દિવસથી અનામત વર્ગની 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું.

પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઈ કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here