મોરબીની કરૂણ ઘટના: મહિલા LRD એ ક્વાર્ટરમાં કર્યો આપઘાત, જાણો એવું તો શું બન્યું….

મોરબીથી એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. મોરબી જીલ્લા હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવનાર અને પંદર દિવસ પૂર્વે જ નિમણૂક થયેલી નવી LRD મહિલા કોન્સ્ટેબલ નિતુબેન નટવરલાલ પરમારે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તે હિલા એલઆરડી સુરેન્દ્રનગર જિલ્લાની વતની હતી. જ્યારે નોકરીમાં પંદર દિવસ પહેલા જ તેનું પોસ્ટીંગ થયું હતું. તેમ છતાં દીકરીના મોત બાદ વતનમાં પણ પરિવારમાં શોકનો માહોલ ઉભો થઇ ગયો છે.

આ બનાવ કઈંક આ પ્રકાર, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ક્વાર્ટરમાં રહેનાર નવા LRD તરીકે મોરબી હાલ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતી મૂળ સુરેન્દ્રનગર જીલ્લાની વતની નિતું નટવરભાઈ પરમાર નામની મહિલા એલઆરડીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ લાઈનના ક્વાર્ટરમાં આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવતા જ પોલીસ સ્ટેશનમાં પણ શોકનો માહોલ છવાયેલો છે.

નોંધનીય છે કે પંદર દિવસ પહેલા જ તેણીને પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું. જ્યારે બનાવની જાણ થતા જ મોરબી એ ડિવિઝન પીઆઈ બી પી સોનારા જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ,મહિલા પીએસઆઇ ડી વી ડાંગર, સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી. જ્યારે મહિલા લોકરક્ષકનાં આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી.

એ ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં આ બનાવની જાણ પોલીસને બપોરે થઈ હતી. ત્યાર બાદ એ ડિવિઝન પોલીસની ટીમ દોડી આવી હતી અને મૃતદેહ ને જોતા બનાવ સવારના નવ વાગ્યાની આજબાજુ બન્યો હોય તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. અત્યારે આ મહિલા કોન્સ્ટેબલ દ્વારા કેમ આવું પગલું ભરવામાં આવ્યું, તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

આ બાબતમાં મોરબી એસપી સુબોધ ઓડેદરાએ કહ્યું છે કે, હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જયારે આગામી સમયમાં જો કોઈ સુસાઈડ નોટ પ્રાપ્ત થશે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. તેની સાથે જ કોઈ પોલીસકર્મીઓ આવા પગલાં ન ભરે જો કોઈ તકલીફ હોય તો તેને તેના સિનિયર અધિકારીને જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Scroll to Top