માં મોગલએ આ દંપતીને ૧૦ વર્ષે દીકરો આપી, પૂર્યા સાક્ષાત પરચા

માં મોગલ આજે પણ તેના ભક્તોને અનેક પરચાઓ આપે છે અને દર્શન માત્રથી લોકોના જીવનના  બધા જ દુઃખો દૂર કરે છે, અત્યાર સુધી માં મોગલે મંદિરમાં આવતા ઘણા ભક્તોની માનતાઓ પુરી કરતાં આવ્યા છે પરંતુ આજે અમે એક તેવા જ માં મોગલના ધામ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેણે એક દંપતીને ત્યાં ૧૦ વર્ષે દીકરો આપ્યો છે. મોગલ માતાનું આ મંદિર કચ્છના કબરાઉમાં આવેલું છે. કહેવાય છે કે આ મંદિરમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે.

આ વાત છે ધનરાજભાઈની જેમના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો અને પરિવારના લોકો ખુબ જ ખુશ થઇ ગયા હતા પરંતુ અચાનક જ એક દિવસ સાત વર્ષના દીકરાનું મૃત્યુ થઈ જતાં પરિવારજન માટે જાણે આકાશ તૂટી પડ્યું.

દીકરાના મૃત્યુ બાદ ધનરાજભાઈ અને તેમના પત્નીએ માઁ મોગલને પ્રાર્થના કરી દીકરાનો જન્મ થાય તેવા આર્શીવાદ માંગ્યા હતા. માઁ મોગલે આ દંપતીને આર્શીવાદ આપ્યા અને કહ્યું કે જો તમારે કોઈ નિશાન વાળો દીકરો જન્મે તો માનજો કે આ દીકરો માઁ મોગલે આપ્યો છે.

ધનરાજભાઈએ માતાની માનતા માની અને કહ્યું મારા ઘરે દીકરાનો જન્મ થશે તો માઁ મોગલને તેર હજાર રૂપિયા અર્પણ કરીશ. માં મોગલના આર્શીવાદથી ધનરાજભાઈના ઘરે દીકરાનો જન્મ થયો અને દીકરાને નિશાન પણ હતું તેથી ધનરાજભાઈ માની ગયા કે આ માઁ મોગલના પરચો જ છે અને આજે ફરી ધનરાજભાઈનું આંગણું કિલકિલાટથી ગુંજવા માંડ્યું.

દીકરાના જન્મ બાદ આ દંપતી માં મોગલના ધામમાં આવ્યા અને દીકરાને બાપુ મણિધરના ચરણોમાં મુક્યો તો મણિધર બાપુએ કહ્યું કે આ તો માં મોગલે આપેલો દીકરો છે.

Scroll to Top