આજથી નવો મહિનો શરૂ થઈ ગયો છે અને 1 લી ડિસેમ્બરથી સામાન્ય જનતા પર મોંઘવારીનો માર વધ્યો છે.આજથી 6 મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેમાં તમારે પહેલાકરતા વધુ પૈસા ખર્ચ કરવા પડશે. જેમાં માચીસના બોક્સ, ગેસ સિલિન્ડર,ટીવી જોવું અને ફોન પર વાત કરવી પણ આજથી મોંઘી થઈ જશે. તો આવો તમને જણાવી દઈએકે, આજથી કયા મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
આજથી ગેસ સિલિન્ડર મોંઘા થયા – 1 ડિસેમ્બરથી એટલે આજથી તમારે ગેસ સિલિન્ડર માટે વધુ પૈસા ખર્ચ કરવા પડશે. સરકારી તેલ કંપનીઓ દ્વારા ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વધારો કોમર્શિયલ સિલિન્ડર પર કરવામાં આવેલ છે. ઘરેલું ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2101 રૂપિયા પહોંચી ગયો છે.
માચીસ આજથી મોંઘી થઈ – 14 વર્ષ બાદ માચીસના દરમાં વધારો કરવામાં આવ્યો છે. આજથી તમારે માચીસની પેટી ખરીદવા માટે 1 રૂપિયાને બદલે 2 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ અગાઉ વર્ષ 2007 માં માચીસની કિંમત 50 પૈસાથી વધારીને 1 રૂપિયા કરાઈ હતી.
રિલાયન્સ જિયોએ વધાર્યા ટેરિફ રેટ – આ સિવાય રિલાયન્સ યુઝરને પણ મોટો ઝટકો લાગ્યો છે. આજથી એટલે કે 1 ડિસેમ્બરથી રિલાયન્સ જિયોએ પણ પોતાનું રિચાર્જ મોંઘું કરી દીધું છે. Jio એ 24 દિવસથી 365 દિવસની વેલિડિટીવાળા ઘણા પ્લાનની કિંમતો વધારી દીધી છે. આ સિવાય ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ પણ નવેમ્બરના અંતમાં ટેરિફ રેટમાં વધારો કર્યો હતો. રિલાયન્સ જિયોના પ્રીપેડ ગ્રાહકોને 8 થી 20 ટકા વધુ પૈસા આપવા પડશે.
SBI ક્રેડિટ કાર્ડ પર ખર્ચવું હવે મોંઘુ પડશે તમે જો 1 લી ડિસેમ્બર એટલે કે આજથી SBI ક્રેડિટ કાર્ડથી EMI દ્વારા ખરીદી કરો છો તો તમારે તેના માટે વધુ પૈસા ખર્ચ કરવા પડશે. 1 ડિસેમ્બર, 2021 થી તમારે તમામ EMI ખરીદીઓ પર 99 રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે. તમને જણાવી દઈએ કે, જો તમે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી રિટેલ આઉટલેટ્સ અને ઈ-કોમર્સ વેબસાઈટ પરથી EMI પર ખરીદી કરો છો તો તમારે તેના માટે પ્રોસેસિંગ ફી આપવી પડશે.
PNB દ્વારા વ્યાજ દરમાં કરવામાં આવ્યો ઘટાડો – PNB ના બચત ખાતા ધારકોને પણ આજે મોટો ઝટકો લાગ્યો છે. બેંક દ્વારા બચત ખાતા પર વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બેંકે વાર્ષિક વ્યાજ દર 2.90 ટકાથી ઘટાડીને 2.80 ટકા કરેલ છે. તમને જણાવી દઈએ કે, બેંકના નવા દરો 1 લી ડિસેમ્બર એટલે કે આજથી લાગુ થઈ જશે.