વિડિઓ: દારૂના નશામાં ધૂત મોડેલે રોડ વચ્ચે કર્યો ખૂબ હંગામો, આર્મી જવાનની ગાડી રોકી ને તેને લાતો મારવા લાગી

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં દારુના નશામાં એક મોડેલ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવું હોવાની ઘટના સામે આવી છે. જેમાં મોડેલ દ્વારા રસ્તાની વચ્ચે ઉભા રહીને અવર જવર કરનાર લોકોને હેરાન કરવાનું શરુ કરી દીધું હતું. દારૂના નશામાં મોડેલ દ્વારા ખૂબ હંગામો કરવામાં આવ્યો હતો.

તેની સાથે ત્યાંથી પસાર થઈ રહેલા આર્મીની જિપ્સીને પણ મોડલ દ્વારા રોકી લેવામાં આવી હતી અને તેના પર બોનેટ પર તેને લાતો મારવાનું શરુ કરી દીધું હતું. આ કારણોસર જિપ્સીની એક હેડલાઈટ પણ તેના દ્વારા તોડી નાખવામાં આવી હતી. જવાનોએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો તો તેમને પણ મોડેલે ધક્કો મારી દીધો હતો.

આ કારણોસર યુવતીના પગ પણ ડગમગાઈ ગયા હતા અને તે ગંદી ગાળો પણ બોલવા લાગી હતી. જેના કારણે સેંકડો લોકો તે દરમિયાન એકઠા થઈ ગયા હતા.

તેની સાથે આ તમાશાનો વિડિયો ઉતારી રહેલા લોકોને પણ મોડેલ દ્વારા ગંદી ગાળો આપવામાં આવી રહી હતી. આ હંગામો થયો ત્યારે પોલીસ સ્ટેશન નજીકમાં હોવા છતાં કોઈ પોલીસ કર્મચારી સ્થળ પર જોવા મળ્યા નહોતા.

https://twitter.com/i/status/1436153935278981140

ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાંથી મહિલા પોલીસને બોલાવીને મોડેલની અટકાયત કરાવવામાં આવી હતી. દારુના નશામાં ધૂત મોડેલને છોડાવવા માટે બાદમાં બે યુવતીઓ પોલીસ સ્ટેશન પહોંચી હતી.

Scroll to Top