મળો 30 હજારથી વધારે બળાત્કારી પીડિત મહિલાઓની સારવાર કરવાવાળા ડોકટરને, ખુબજ રોચક છે તેમની કહાની

30 હજાર બળાત્કારી પીડિતાઓની સારવાર કરવાવાળા ડેનિસ મુકવેગે ને નૉબલ પુરસ્કાર વર્ષ 2018 ના વિજેતાઓને નૉબલ પુરસ્કારની ઘોષણા થઈ ગઈ છે. આ પુરસ્કાર સાયન્ટિસ્ટ અલ્ફ્રેડ નોબેલ ની યાદમાં ભૌતિકી, રસાયણ, શાંતિ જેવા ક્ષેત્રોમાં અહમ યોગદાન આપનારા લોકોને આપવામાં આવે છે.

આ બધા ક્ષેત્રોમાં શાંતિ પુરસ્કાર કોને મળશે તેની પર દર વર્ષે બધાની નજર હોઈ છે, કારણ કે શાંતિ નું નૉબલ પુરસ્કાર તેને જ મળે છે જેમને પોતાના કામથી માનવતાની નિંવ મૂકી હોય છે, આ વર્ષનો નોબેલ પુરસ્કાર પણ બે એવા જ વ્યક્તિઓને આપવામાં આવ્યો છે જેમાંથી પહેલું નામ યજીદી મહિલા અધિકાર કાર્યકર્તા નાદિયા મુરાદ નું છે.

બીજા વ્યક્તિ કાંગોના સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉક્ટર ડેનિસ મુકવેગે તમે વિચારી રહ્યા હશો કે દુનિયાભરમાં હજારો સ્ત્રી રોગ ડોક્ટર છે તો ડોકટર ડેનિસ મુકવેગે ને જ નૉબલ પુરસ્કાર માટે કેમ પસંદ કરવામાં આવ્યા? પરંતુ તમને જણાવીએ કે ડોકટર ડેનિસ મુકવેગે એ જે કર્યું છે તે કદાચ ઘણા ઓછા લોકો કરી શકે છે.

સ્ત્રી રોગ નિષ્ણાંત ડોકટર ડેનિસ મુકવેગે પોતાના સહકર્મીઓની સાથે મળીને અત્યાર સુધી 39 હજારથી પણ વધારે બળાત્કારી પીડિતાઓની સારવાર કરી છે. અને આવું કરવાવાળા ડૉક્ટર ડેનિસ દુનિયાના એક લોતા ડૉક્ટર છે જેમને ઘણી બધી બળાત્કારી પીડિતાઓની સારવાર કરી છે ડૉક્ટર ડેનિસ ગંભીર થી ગંભીર યૌન હિંસાની શિકાર મહીલાઓની સારવારમાં નિષ્ણાંત પ્રાપ્ત છે એટલે કે પોતાની જિંદગીથી બિલકુલ હાર માની ગયેલી બળાત્કારી પીડિતાઓના પણ તેમની સારવારથી બચવાના ચાન્સ વધી જાય છે.

ડૉક્ટર ડેનિસ મુકવેગે કાંગો ના ડોકટર છે! તેમના પર લખેલી એક બુકમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પૂર્વી ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કાંગોના લેમેરામાં સ્થિત તેમની હોસ્પિટલમાં એક સાથે 35 દર્દીઓની મોત થઈ ગઈ હતી! તો એ બધું છોડીને બુકાવું નામની જગ્યા પર આવી ગયાં હતાં જ્યાં તેમને એક તંબુમાં પોતાનું દવાખાનું શરૂ કર્યું હતું.

પરંતુ પછી વર્ષ 1998 માં અને 1999 માં કાંગોમાં એક વાર ફરીથી યુદ્ધ શરૂ થયું અને બધું જ બરબાદ થઈ ગયું. પરંતુ તે તો પણ તંબુમાં હોસ્પિટલ ચલાવી રહ્યા હતા તે દરમાયન પેહલી વાર એક બળાત્કારી પીડિત મહિલા તેમના દવાખાનામાં આવી હતી! જેના જનનાંગો અને જાંગો પર ગોળીઓ મારેલી હતી તે ખૂબ જ ભયાનક હતું! ડેનિસ મુકવેગેના ઇન્ટરવ્યુ આપ્યા અનુસાર તે મહિલાની ઉંમર 45 વર્ષ હતી.

ડેનિસ મુકવેગેના અનુસાર તેમની પાસે આવનારી બળાત્કારી પીડિત મહિલાઓ પાસે શરીર ઢાંકવા માટે કપડાં પણ નોહતા. તે તેમના ખાવા પીવાથી લઈને તેમનું પુરુ ધ્યાન રાખતાં અને ઠીક થયા પછી પણ તેમની આર્થિક અને સામાજિક સ્તર પર મદદ કરતા તો તે તેમની જિંદગીને નવી રીતે જીવી શકે.

ડેનિસ પર તે દરમ્યાન હુમલો પણ થયો હતો જેના કારણે તે કાંગો દેશ છોડીને તેમના પરિવાર સાથે સ્વીડન ચાલ્યાં ગયાં હતાં પરંતુ વર્ષ 2013 માં પાછા આવ્યા કારણ કે તેમને યુદ્ધમાં શિકાર થયેલી મહિલાઓની મદદ કરવી હતી.

ક્યારેક ક્યારેક વિચારીને અફસોસ થાય છે કે યુદ્ધ જીતવા માટે મહિલાઓ સાથે આ પ્રકારનો ત્રાસ પણ કરી શકાય છે પણ બીજી બાજુ કદાચ એ જોઈને સંતોષ પણ છે કે આપણા સમાજમાં ડોકટર ડેનિસ મુકવેગે જેવા લોકો પણ છે જે માનવતાનો અર્થ સમજે છે જે કદાચ આપણાંમાંથી કેટલાંક લોકો ભૂલી ગયા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top