બાબા મહાકાલનું નિવાસસ્થાન રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું, ફૂલોથી કરવામાં આવેલ આકર્ષક શણગાર

બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાં આજે સર્વત્ર દિવાળી જેવો માહોલ છે. આજે 11 ઓક્ટોબરનો દિવસ માત્ર ઉજ્જૈન અને મધ્યપ્રદેશ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. આશરે રૂ. 356 કરોડના ખર્ચે તૈયાર થયેલા શ્રી મહાકાલ લોકના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. આજે એટલે કે મંગળવાર, 11 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી મહાકાલ લોકના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે અને તેને દેશની જનતાને સમર્પિત કરશે. લોકાર્પણ કાર્યક્રમની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. સાંજે સાડા છ વાગ્યે મહાકાલ લોકનું ઉદ્ઘાટન કરશે.

મંદિરમાં કરવામાં આવેલ આકર્ષક શણગાર

વડાપ્રધાન મોદી મહાકાલ લોકના ઉદ્ઘાટન પહેલા સાંજે શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરશે. વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વખત ઉજ્જૈન આવી રહ્યા છે. મંદિરમાં પીએમના આગમનને લઈને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના અંદરના ભાગને ફૂલોથી શણગારવામાં આવ્યો છે, જ્યારે મંદિરની ટોચને આકર્ષક રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે.

250 ક્વિન્ટલ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે

મંદિર પરિસરને સુશોભિત કરવા માટે દેશભરમાંથી ફૂલો લાવવામાં આવ્યા છે. મંદિર સાથે સંકળાયેલા અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક વેપારીઓની સાથે દેશના વિવિધ ભાગોમાંથી ફૂલો લાવવામાં આવ્યા છે. સોમવાર સાંજથી જ સભામંડપ, નંદી હોલ, કાર્તિકેય, ગણેશ મંડપને ફૂલોથી સજાવવાનું કામ શરૂ થઈ ગયું હતું. દર્શનાર્થીઓ આજે કાર્તિકેય મંડપમાંથી બાબા મહાકાલના દર્શન કરી શકશે.

Scroll to Top