મહારાષ્ટ્ર: મજૂરોને લઈને જઈ રહેલી ટ્રક પલટી ખાતા 12 મજૂરના મોત

મહારાષ્ટ્રના બુલઢાણા જીલ્લામાંથી ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ રાજમાર્ગ પરિયોજના માટે મજૂરોને લઈને જાય રહેલી ટ્રક પલટી ખાઈ જાતા લગભગ 12 મજૂરોના કરુણ મોત નીપજ્યાની ઘટના સામે આવી છે.

આ જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ મજૂર બુલઢાના જિલ્લાના સિંધખેદરાજા તાલુકાના દુસરબીડથી સમૃદ્ધિ હાઇવે પર કામ કરવા માટે જતા હતા. ત્યારે તાડેગામમો બાજુમાં આ કરુણ દુર્ઘટના ઘટી હતી.

જ્યારે એક અધિકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ ઘટના સિંધખેદરાજા મેહકર રોડ પર તાડેગામ ફાટામાં દુસરબીદ ગામની નજીક બપોરના બની હતી. આ સમય દરમિયાન મજૂરો નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પરિયોજના હેઠળ કામ માટે જતા હતા. તેવી જાણકારી સામે આવી છે. તેની સાથે અધિકારીનું વધુ કહેવું છે કે, રાજમાર્ગ પરિયોજના માટે સ્ટીલનું પરિવહન કરનાર વાહનમાં કુલ 16 મજૂરો જઈ રહ્યા હતા. બુલઢાણાના પોલીસ અધિક્ષક અરવિંદ ચાવરિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, વાહનની ઝડપ વધુ હતી અને રસ્તા પર એક મોટો ખાડો આવવાના કારણે પલટી ખાધી હતી. જેના લીધે 12 મજૂરોના કરુણ મોત નીપજ્યા છે જ્યારે અન્ય લોકોને ઈજા થઈ છે.

તેની સાથે અધિકારી દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ વિશેમાં સૂચના મળતા જ કિંગગામ રાજા સ્ટેશનના પોલીસકર્મી ઘટના સ્થળ પર પહોંચી આવ્યા હતા. જ્યારે તેમને આવી બચાવ અભિયાન શરુ કરી દીધું હતું. અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઈજાગ્રસ્તોમાંથી કેટલાકને જણને જાલના જિલ્લાના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્યને સિંધખેદરાજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે જાણકારી સામે આવી છે કે, તેમાં મોટાભાગના મજૂરો બિહાર અને ઉત્તર પ્રદેશના હતા.

Scroll to Top