MaharashtraNews

મહારાષ્ટ્ર: શિવસેનાનું મુખ્યમંત્રી બનવાનું સપનું રોળાતા દરેક નેતાઓ પર કર્યા આકાર પ્રહાર, કહ્યું એવું કે દરેક નેતાઓ ચોકી ગયાં

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આયે ઘણા દિવસો થઈ ગયાં છે. પરંતુ હજુ સુધી કઈ સમજાતું નથી કે કોની સરકાર બનશે. મહારાષ્ટ્રનું રાજકારણ ખૂબ જ ગરમાયુ છે. આ ઉપરાંત ઘણા દિવસથી ચાલી રહેલ ખેંચતાણ નો હજુ સુધી અંત આવ્યો નથી.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં આશરે 20 દિવસ સુધી ચાલેલી રાજકીય ખેંચતાણ બાદ મંગળવારે રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું છે.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે શિવેસનાના મુખપત્ર સામનામાં આ મુદ્દે આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. અને નેતા ઓ પર આકરા પ્રહાર કરવા લાગ્યા છે. સામનામાં ભાજપ, રાજ્યપાલ અને એનસીપી-કોંગ્રેસ પર નિશાન સાધવામાં આવ્યું અને આ પાર્ટી ઓ પર આકરા પ્રહાર કરવામાં આવ્યાં છે.

સામનાના તંત્રી લેખમાં લખવામાં આવ્યું કે મહારાષ્ટ્રમાં 24 તારીખથી જ સરકાર રચવાની તક હોવા છતાં ભાજપે 15 દિવસ સુધી કોઇ પ્રયાસ ન કર્યા અને ત્યારબાદ ભાજપે સરકાર રચવાનો ઇન્કાર કરી દિધો જેથી મહારાષ્ટ્રનું રાજકારણ ખુબ જ ગરમાયુ હતું.

આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટી પાર્ટી હોવા છતાં કોઇ પ્રકારનો દાવો કર્યો નહીં અને શિવસેનાને 24 કલાકનો સમય પણ ન અપાયો. આમ ભાજપે પોતાના જાતે પગમાં કુહાડી મારી છે. અને કહ્યું કે આ કેવો કાયદો છે. આ ઉપરાંત શિવસેનાએ રાજ્યપાલ પર આકાર પ્રહાર કરતા લખ્યું કે રાજ્યપાલ સત્તાધારી પાર્ટીના જ હોય છે. પરંતુ તેમણે તો ખુલ્લા મને વ્યવહાર કરવો જોઇએ.આમ શિવસેના એ આકાર પ્રહાર કાર્ય હતાં.

આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે બંધારણના ઉદેશ્યોનું પાલન કરવા તથા કાયદાનું પાલન કરવાનું વચન ન ભૂલવું જોઇએ અને કાયદા ના વચનનું પાલન કરવું જોઈએ. ભાજપ શાબ્દીક તીર છોડતા સામનામાં લખ્યું કે મહારાષ્ટ્રમાં ભલે હજુ હોર્સ ટ્રેડિંગ શરૂ ન થયું હોય પરંતુ તે દિશામાં ડગ મંડાવા લાગ્યા છે.આમ જણાવી તેમને પ્રહાર કર્યા હતાં.

રાષ્ટ્રપતિ શાસનની ભલામણ તેનું ઉદાહરણ છે. અમે નહીં તો કોઇ નહીં. ચૂંટણી પરિણામ બાદ જે આ અંહકારી વલણ દર્શાવાયું છે તે રાજ્યના હિતમાં નથી. અને શિવસેના એ કહ્યું હતું કે સરકાર બનશે તો અમારી જ બનશે અને સિએમ બનશે તો પણ અમારો જ હશે તેમ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker