નાગપુર: નાગપુરના દિધોરી વિસ્તારમાં સોમવારે કથિત રીતે નશામાં ધૂત એક એન્જીનિયરિંગ વિદ્યાર્થીએ ફુટપાથ પર સુઈ રહેલા લોકો પર કાર ચડાવી દીધી. જેના કારણે બે મહિનાનું કચડાઈને મોત થઈ ગયું. એક પોલીસ અધિકારીએ આ જાણકારી આપી છે. વાથોડા પોલીસ સ્ટેશન અધિકારીએ જણાવ્યું કે, મોડી રાતે 12.40 કલાકે થયેલી આ ઘટનામાં ચાર બાળકો સહિત સાત લોકો ઘાયલ થઈ ગયા છે.
તેને પુણેમાં 19 મેના રોજ થયેલી ઘટનાને ફરી તાજી કરી દીધી છે. જ્યારે એક સગીર કિશોર કથિત રીતે નશાની હાલતમાં ખૂબ જ ફુલ સ્પિડે કાર ચલાવી રહ્યો હતો અને કલ્યાણી નગર વિસ્તારમાં એક મોટરસાયકલ સાથે અથડાયો, જેમાં બે સોફ્ટવેર એન્જીનિયર અનીશ અવધિયા અને અશ્વિની કોષ્ટાનું મોત થઈ ગયું.
નાગપુરમાં થયેલી આ ઘટનાના સંબંધમાં અધિકારીએ કહ્યું કે, પીડિત રમકડા વેચતો પરિવારના સભ્ય છે અને ફુટપાથ પર સુઈ રહ્યા હતા. હુંડઈ વર્ના ચાલક ભૂષણ લાંજેવારે પાંચ અન્ય લોકો સાથે ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. બાદમાં સીસીટીવી ફુટેજના આધાર પર લાંજેવારને પકડી પાડવામાં આવ્યો છે.
મૃતકોની ઓળખાણ કાંતિબાઈ ગજોદ બાગડીયા અને સીતારામ બાબૂલાલ બાગડિયા તરીકે થઈ છે. તો વળી ઘાયલોમાં કવિતા સીતારામ બાગડિયા, બલ્કુ સીતારામ બાગડિયા, હસીના સીતારામ બાગડીયા, સકીના સીતારામ બાગડિયા, હનુમાન ખજોદ બાગડિયા અને વિક્રમ ભૂષા હનુમાન બાગડિયાના નામ સામેલ છે.