ખોવાયેલી મહિલા 4 વર્ષ બાદ પ્રેમી પાસેથી મળી આવીઃ અને પછી જે થયું…

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીંયા એક પતિ પોતાની ગુમ થઈ ગયેલી પત્નીને શોધી રહ્યો હતો. પરંતુ જ્યારે મહિલાની કરતૂત અને સત્ય સામે આવ્યું તો તેના પરિવારના હોશ ઉડી ગયા. હકીકતમાં આ મહિલા પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી.

મામલો મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના કલ્યાણકનો છે. મહિલા 30 મે 2017 ના રોજ પોતાના પિયરથી ટ્રેન દ્વારા સાસરે પાછી આવી રહી હતી અને ત્યારે જ તે ગુમ થઈ ગઈ. પરિજનોએ મહિલાને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તે ન મળી. પરંતુ જ્યારે 4 વર્ષ બાદ આ મહિલાની ભાળ મળી ત્યારે આ ખો મામલો સાંભળીને તેના પરિવારજનો પણ ચોંકી ગયા. પરિવારને ખ્યાલ આવ્યો કે આ તો ગુમ થઈ જ નહોતી પરંતુ તે પોતાના પ્રેમી સાથે ચાર વર્ષથી રહેતી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, કલ્યાણક નગરમાં કંપનીમાં શાહબાજ શેખ અને સીમા કોષ્ટી સાથે કામ કરતા હતા. અંબરનાથમાં રહેતી સીમા 30 મે 2017 ના દિવસે પોતાના પિયરથી ટ્રેનમાં પોતાના સાસરે આવી રહી હતી અને અચાનક ગુમ થઈ ગઈ હતી. મહિલા ગુમ થયાની ફરિયાદ પણ પરિવારજનોએ પોલીસમાં કરી હતી.

આ વચ્ચે કલ્યાણમાં રહેતો શાહબાજ શેખ પણ ગુમ થઈ ગયો. આ વાતની જાણકારી મળતા જ પોલીસે શાહબાજ શેખ અને તેના પરિજનો પર નજર રાખી. ચાર વર્ષ બાદ આખરે પોલીસને ખ્યાલ આવ્યો કે કલ્યાણમાં રહેનારા શાહબાજ શેખના કાકાનું મોત થયું છે અને શાહબાઝ શેખ પોતાની પત્ની સના સાથે કલ્યાણમાં આવ્યો છે.

જાણકારી મળતા જ પોલીસ સીધી જ શાહબાજના શેખના ઘરે પહોંચી. જ્યારે શાહબાજ શેખની પત્ની સના સાથે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે માન્યું કે હું સના નહી પરંતુ સીમા છું. તેણે જણાવ્યું કે, મનમાડથી ગુમ થયા બાદ મેં શાહબાજ શેખ સાથે લગ્ન કરી લીધા હતા અને હું સના બની ગઈ હતી. અત્યારે પોલીસે… પોલીસ પ્રશાસનને ગુમરાહ કરવાના ગુનામાં બંન્નેને જેલવા હવાલે કર્યા છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો