મહારાષ્ટ્ર: ભાજપ સાથે આવવા માટે શિવસેનાએ તૈયાર કર્યો આવો પ્લાન, આ બહાને આવી શકે છે નજીક..

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

મહારાષ્ટ્ર નું રાજકાર ખૂબ જ ગરમાયુ છે.મહારાષ્ટ્રમાં રાષ્ટ્પતિ સાશન લાગુ કરી દેવામાં આવ્યું છે.પરતું મહારાષ્ટ્રની જનતા ખુશ નથી.હજુ પણ પાર્ટી સરકાર બનાવી શકે છે.ત્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ક્રાંતિકારી વીર સાવરકરને ભારત રત્ન આપવાના વચનને પોતાના ઘોષણાપત્રમાં જણાવ્યું હતું.અને તેમને ભારત રત્ન આપવાની વાત કરી હતી.

જેના પર શિવસેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કામ તો ઘણા સમય પહેલા થઇ જવું જોઇતું હતું.હાલ તો ખૂબ જ સમય લાગી ગયો છે.જેને લઇને એમ કહી શકાય કે શિવસેનાએ એક રીતે ભાજપ કરતાં એક પગલું આગળ વધીને સાવરકરને ભારત રત્ન આપવા અંગેની વાત કહી હતી.આમ શિવસેના એ ભાજપ ને નિવેદન આપ્યું હતું.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ચૂંટણી અગાઉ જે રીતે વીર સાવરકરને ભારત રત્ન મુદ્દા પર બંને પક્ષ એકમત હતા,અને તેમ છતાં આપવામાં આવ્યો ન હતો.આમ એક અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે હવે આ મુદ્દાને લઇને એક વાર ફરી બંને નજીક આવી શકે છે.અને ફરી એક વાર ભાજપ અને શિવસેના એક થી ને સરકાર રચી શકે છે.જયારે બીજી તરફ NCP અધ્યક્ષ શરદ પવારે શિવસેના સાથે સરકાર બનાવવાને લઇને સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.અને શિવસેના સાથે સરકાર બનાવવાની સ્પષ્ટ ના પાડી દિધી છે.જેથી શેવસેના બંને તરફ ફસાઈ ગઈ છે.અને હવે ભાજપ સાથે નજીક આવવાનો પ્રયાસ કરી રહી છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ અગાઉ સોમવારે સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ શરદ પવારે જણાવ્યું હતું કે અમારા વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર બનાવા અંગે કોઇ વાતચીત થઇ નથી.અને બીજા મુદ્દાઓ ઓર વાતચીત કરી હતી.જે તમને કહી નહીં શકીએ.જેના કારણે રાજકીય વિશ્લેષકો પણ આશ્ચર્યચક્તિ થઇ ગઇ હતા.અને ફરી એક વાર મહારાષ્ટ્ર નું રાજકારણ ગરમાયુ હાતું.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે પવારના નિવેદન બાદથી જ શિવસેનાના પ્લાન ‘બી’ ની ચર્ચા કરી રહી છે.શરદ પવારના સકારાત્મક સંદેશ ન મળ્યા બાદથી જ શિવસેનાતરફથી પ્લાન ‘બી’ પર કામ શરૂ થઇ ગયું હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.અને હવે પ્લાન બી દ્વારા ભાજપ સાથે નજીક આવવાની તૈયારી કરશે.પ્લાન ‘બી’ પર કામ એટલે ભાજપ સાથે ફરી દોસ્તી કરી સરકાર બનાવવી.

મંગળવારે આ વાતને સમર્થન ત્યારે મળ્યું હતું જ્યારે એક તરફ ભાજપની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું કે સાવરકરને ભારત રત્ન આપવા માટે કોઇની ભલામણની જરૂરીયાત નથી.આમ શિવસેના ફરી એક વાર ભાજપ સાથે હાથ મિલાવી શકે છે.અને સરકાર રચી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here