દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ થઇ રહ્યો છે અને કોરોના દર્દીઓની સંખ્યા સતત વધતી જ જઈ રહી છે. એક તરફ હોસ્પિટલોમાં બેડ મળી રહ્યા નથી અને બીજી તરફ ઓક્સિજનની અછત દૂર થવાનું નામ લઈ રહ્યો નથી આવી સ્થિતિમાં કોરોના દર્દીઓના પરિવારોના લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા પછી ઘણી મુશ્કેલીથી ઓક્સિજન મળી રહ્યું છે. આવી સ્થિતિમાં ઓક્સિજનનું બ્લેક માર્કેટિંગ પણ શરૂ થઈ ગયું છે. પરંતુ કેટલાક એવા પણ લોકો છે જે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો બિહારની રાજધાની પટનામાં સામે આવ્યો છે, જ્યાં એક મંદિરમાં કોરોના દર્દીઓ માટે ફ્રી માં ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.
પટનાનું પ્રખ્યાત મહાવીર મંદિરમાં લોકોને ફ્રી (મફત) માં ઑક્સિજન આપવામાં આવી રહ્યો છે. આ મંદિર એવા લોકો માટે મદદરૂપ સાબિત થઈ રહ્યું છે જેમના પરિવારોના લોકોને કોરોના સંક્રમણ થયો છે અથવા જેમનું ઘરે જ કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે.
ડૉક્ટર સંજીવ કુમાર પટના ના ઇન્દિરા ગાંધી આયુવિજ્ઞાન સંસ્થાનમાં ડોક્ટર છે, પરંતુ તેમના કોરોના સંક્રમિત પિતાને હોસ્પિટલમાં ઓક્સિજન મળી શક્યું નથી. આ પછી ડૉકટર સંજીવ કુમાર પણ મંદિરના શરણે જ આવ્યા હતા.
તેમને કહ્યું, “મારા પિતાને કોરોના વાયરસથી સંક્રમિત છે અને તેમની ઘરે જ સારવાર કરવામાં આવી રહી છે. મારા પિતાનું ઓક્સિજન લેવલ નીચે જઈ રહ્યું છે. તેમ છતાં અમે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા નથી, જેથી કોઈ જરૂરિયાતમંદને બેડ મળી શકે. હું ઘણા દિવસથી ઓક્સિજન માટે ભટકી રહ્યો હતો. પછી મને કોઈએ કહ્યું કે મહાવીર મંદિરમાં ઓક્સિજન મળે છે.”
મહાવીર મંદિર ટ્રસ્ટના સચિવ આચાર્ય કિશોર કૃણાલની પહેલ પર મંદિર તરફથી આવા લોકો માટે મફતમાં ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે, જેમના પરિવારના લોકો કોરોનાથી સંક્રમિત છે અને તેમની સારવાર ઘરે જ કરવામાં આવી રહી છે. જો કે મંદિરમાંથી આ મફત ઓક્સિજન લેવા માટે ઑનલાઇન બુકિંગ કરાવવું પડશે અને તેના માટે ઓળખ કાર્ડ તરીકે આધારકાર્ડ અથવા પાનકાર્ડ આપવાનું રહેશે.
મહાવીર મંદિર ટ્રસ્ટ તરફથી સંજય સરકાર જણાવે છે કે છેલ્લા એક અઠવાડિયાથી મંદિર તરફથી જરૂરિયાતમંદ લોકો માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે અને દરરોજ લગભગ 50 થી 60 નાના સિલિન્ડરને ભરવામાં આવે છે. તેમને જણાવ્યું કે ઓક્સિજન સંજય ભતિયા તરફથી મળી રહ્યું છે. જેના પછી નાના સિલિન્ડરમાં લોકોને મફતમાં આપવામાં આવે છે.
કેટલાક લોકો સાવચેતીના ભાગ પર પણ અહીંથી ઓક્સિજન લઈ જઈ રહ્યા છે. વિશ્વજીત કુમારના પિતા કોરોના સંક્રમિત છે અને હોમ આઇસોલેશનમાં જ તેમની સારવાર કરવામાં આવી રહી છે. વિશ્વજીત કહે છે કે તેમના પિતાનું ઓક્સિજનનું પ્રમાણ થોડું ઓછું થઇ ગયું છે. તેથી પિતાની હાલતને જોતા સાવચેતી ના ભાગ રૂપે પહેલાથી ઓક્સિજન લઈને જઈ રહ્યા છે.