મહેશ સવાણીએ વધી રહેલા ક્રાઈમને લઈને કહી મોટી વાત, ઘરે બેડરૂમ છે તો કપાલબોક્સની જરૂર કેમ??

સુરતમાં ગીષ્મા નામની યુવતીનું ફેનિલ નામના યુવક દ્વારા ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. જેના લીધે ગુજરાતમાં ગમગીન વાતાવરણ છવાયેલું છે. એવામાં મંગળવારના ગ્રીષ્માની અંતિમવિધિમાં સેંકડો લોકો ઉમટી આવ્યા હતા. તેની સાથે અનેક ભાવુક દ્રશ્યો પણ તે દરમિયાન જોવા મળ્યા હતા. તેની સાથે આજે આ ઘટનાને લઈને દરેક જગ્યાએ તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

એવામાં લોકો દ્વારા અપરાધી ફેનિલને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી છે. તેની સાથે ગ્રીષ્મા વેકરીયાની હત્યા બાદ મહેશ સવાણી દ્વારા આ બાબતની સાથે એક મોટી જાણકારી આપવામાં આવી છે.

મહેશ સવાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે, શહેરોમાં સ્પા, સ્મોકિંગ ઝોનમાં કેવા ગોરખધંધા ચાલે છે તે બધા જાણે જ છે. એવામાં કપલ બોક્ષ આવેલ છે. જ્યારે તે પતિ પત્ની છે તો તેમને આવા કપલ બોક્સની શું જરૂર છે. શું તેમની પાસે ઘરમાં બેડરૂમ નથી? જ્યારે આવા કિસ્સાઓથઈ સમાજનું અંધ:પતન થયું રહ્યું છે.

તેની સાથે તેમને જણાવ્યું છે કે, હાલના સમયમાં ઘણી છોકરીઓ સીધા-સાદા અને વ્યસન વગરના છોકરાઓને આજના સમયમાં બાયલા સમજે છે. પરંતુ વ્યસનો બંધાણી, ટપોરી ટાઈપના અને પૈસાના ઉડાવ યુવકો ઘણી છોકરીઓને પસંદ હોય છે.

આ સિવાય સોશિયલ મીડિયા પર ચિત્ર-વિચિત્ર વિડીયો, તસ્વીરો જોઇને વડીલોના મનમાં મુંઝવણ ઉભી થઈ જાય છે. તે કોઈને કહેવા હિંમત કરતા નથી એટલા માટે ઘણા છોકરાઓ માનસિક વિકૃત બની જતા હોય છે અને તે હિંસક અને આક્રમક થઈ જતા હોય છે. જયારે સમાજ કયા રસ્તા પર જઈ રહ્યો છે? બધાને જાણ છે પરંતુ કોઈ બોલી રહ્યું નથી.

એવામાં સામે વાળા સાંભળતા નથી. હવે વધુ વાર નથી ઘણા ઓછા સમયમાં આપણે આપણી આજુબાજુ એવી ઘટનાઓ જોઈશું તેની તમે કલ્પના પણ કરી શકશો નહીં. તેની સાથે તેમને એ પણ જણાવ્યું છે કે, વડિલો, શિક્ષકો સુધારકો ભિષ્મ પિતામહની જેમ ખુલ્લી આંખે સમાજનું વસ્ત્રાહરણ દેખી રહ્યા છે. જયારે કોઈએ આંખો બંધ કરી લીધી હોય તેમ તે લાચાર લાચાર છે. કેમ કે તેઓ શિખામણ આપવા જાય તો તેમના પર જુની પેઢીના લેબલ લાગી જતા હોય છે. તેના લીધે વડીલો વધુ કહેતા નથી.

Scroll to Top