તમે કારની અંદર અનેક વખત શ્વાનને જરૂર જોયો હશે. પરંતુ જો તમે શ્વાને બદલે ગાડીમાં ગાયને જોવો તો તમને કેવું લાગશે? તમને આ વાત જરૂર વિચિત્ર લાગશે, પરંતુ આવી જ એક વિચિત્ર ઘટના એક મહિલા સાથે બની છે.
અમેરિકાના વિસ્કોન્સિનમાં એક મહિલાએ જોયું, જ્યારે તે એક ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટના ડ્રાઇવ-થ્રુમાં રાહ જોઈ રહી હતી. જેસિકા નેલ્સન માર્શફિલ્ડમાં મેકડોનાલ્ડ્સ ડ્રાઇવ-થ્રુમાં પોતાના વારાની રાહ જોઈ રહી હતી, ત્યારે તેમણે એક સેડાન કારમાં કંઇક જોયું જે તેમના આગળ થોડી જ દુર રાહ જોઈ રહી હતી. તેને જે જોયું તેને જોઇને તે હેરાન થઈ ગઈ હતી. જેમાં ગાડીની પાછળની સીટ પર મજાથી બેઠેલી એક ગાયને જોઈ હતી.
જેવું જ તેમણે આ વિચિત્ર દ્રશ્ય જોયું, નેલ્સને તેને પોતાના ફોન પર રેકોર્ડ કરી લીધી અને આપણા માટે તેને સોશિયલ મીડિયા પર શેર કરી દીધું હતું. શું આ વિસ્કોન્સિનમાં આવ્યું થાય છે? ઓછામાં ઓછું, નેલ્સન એવું જ વિચારે છે, કારણ કે તેણે ફેસબુક પર વીડિયો શેર કર્યો હતો.
ક્લિપ પોસ્ટ કરતા તેમણે લખ્યું હતું કે, “એક સંપૂર્ણ પણે પાગલ ગાય! મને કહે છે કે, તમે વિસ્કોન્સિનમાં રહો છો.” આ વીડિયો ટૂંક જ સમયમાં ફેસબુક પર વાયરલ થઈ ગયો અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પહોંચી ગયો હતો.
એસોસિએટેડ પ્રેસ સાથે વાત કરતા નેલ્સને જણાવ્યું હતું કે, “મને લાગ્યું કે તે પહેલા નકલી હતી. ગાયને બ્યુકમાં કોણ રાખી છે?” તેમને જણાવ્યું કે, “પછી તેનું આખું માથું હલવા લાગ્યું હતું.” તેણે વીડિયો શા માટે લીધો તે સમજાવતાં તેણે જણાવ્યું હતું કે, “મેં હમણાં જ વિડીયો લીધો હતો કારણ કે બ્યુકની પાછળ ગાયને બેઠેલી જોઈને મારા હોશ ઉડી ગયા હતા.”