બુરાડી વિસ્તારમાં એક મહિલા સાથે ગેંગરેપની એક ઘટના સામે આવી છે. મહિલા છત્તીસગઢની હોવાનું સામે આવ્યું છે. મહિલા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, ગુરૂવારના ત્રણ નરાધમો તેના ઘરમાં ઘુસી ગયા હતા. ત્યાર બાદ તેના હાથ-પગ બાંધીને તમામ લોકોએ તેનો રેપ કર્યો હતો. મહિલા દ્વારા આરોપ લગાવ્યો છે કે, રેપનો વીડિયો પણ બનાવ્યો હતો. મહિલાનો દાવો છે કે, તને એક અઠવાડિયામાં ઘર ખાલી કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો પીડિતાના ઘરની બહાર તાળુ મારેલું જોવા મળ્યું હતુ. પોલીસ જ્યારે તાળુ તોડીને ઘરમાં પ્રવેશી તો મહિલા ન્યૂડ હાલતમાં જોવા મળી હતી.
પીડિતા દ્વારા આ ઘટના પાછળ તેના પતિનો હાથ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. બુરાડી પોલીસ દ્વારા ગેંગરેપ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીડિતા દ્વારા આ વર્ષે 29 ઓક્ટોબરના રોજ દાનિશ રાણા ઉર્ફે દિનેશ પર બ્લેકમેલ કરી રેપ કરવાનો અને પોતાનો ધર્મ છૂપાવી તેની સાથે લગ્ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બુરાડી પોલીસ સ્ટેશનમાં આ મામલે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે બીજી તરફ મહિલા દ્વારા તેના પતિના ઈશારે તેના પર ગેંગરેપ થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા દ્વારા ગુરૂવારના શાકભાજી ખરીદીને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે ત્રણ યુવકો બળજબરીપૂર્વક તેના ઘરમાં ઘૂસી આવ્યા હતા. 40 વર્ષીય આ મહિલા બુરાડી વિસ્તારમાં દાનિશના મકાનમાં વસવાટ છે. મહિલાના પતિનું 2017 માં મોત થઈ ગયુ હતુ. ત્યાર બાદ છત્તીસગઢમાં જ તેની મુલાકાત દાનિશ રાણા સાથે થઈ હતી. આરોપ લગાવવામાં આવ્યો છે કે, દાનિશે 2019 માં ન્હાતી વખતે તેનો વીડિયો બનાવી લીધો હતો. જેના આધારે તે મહિલાને બ્લેકમેલ કરતો અને તેની પાસેથી રૂપિયા માંગતો રહેતો હતો.
જ્યારે વર્ષ 2020 માં તેને બિલાસપુરની એક હોટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેના રેપ કરવામાં આવ્યો હતો. એપ્રિલ 2021 સુધી આરોપીએ પીડિતા પાસેથી સાડા આઠ લાખ રૂપિયા રોકડ અને સાત લાખના દાગીના પણ પચાવી પાડ્યા હતા. તેના કહેવા મુજબ એપ્રિલમાં દિલ્હી આવી હતી. આરોપીએ તેને એક મકાનમાં રાખી હતી. દિલ્હી આવ્યા બાદ પીડિતાને જાણ થઈ કે, દાનિશ અન્ય સમુદાયનો છે. તેનું નામ દાનિશ રાણા ઉર્ફે ઈનામ રહેલ છે. ત્યાર બાદ આરોપીએ તેની સાથે બળજબરીપૂર્વક લગ્ન કરી લીધા હતા.