મહિલા વિરોધી વિચારધારા સામે Mumbai Police એ આપ્યો સમાજને મેસેજ, લોકો કરી રહ્યા છે ખૂબ પ્રશંસા

મુંબઈ પોલીસ અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર માત્ર સુરક્ષાના મુદ્દાઓ જ નહીં, પરંતુ સામાજિક મુદ્દાઓ વિશે પણ વાત કરે છે. થોડા મહિના પહેલા એક ટ્વીટર યુઝરને તેમનો જવાબ જેમાં સંમતિની બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જે આપણા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સમયાંતરે એવી ફિલ્મો રિલીઝ થાય છે જેનું કન્ટેન્ટ મહિલા વિરોધી હોય છે.

આ કન્ટેન્ટ યુવાનોની વિચારધારા પર ઊંડી અસર કરે છે. એવી ફિલ્મોમાં મહિલાઓને લઈને સ્ક્રિન પર આપત્તિનજનક કન્ટેનને સામાન્ય રીતે રજૂ કરવામાં આવે છે. જેને લઈને આજે મુંબઈ પોલસે (Mumbai Police initiative against misogyny) આ પ્રકારની મહિલા વિરોધી વિચારધારા વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે.

મુંબઈ પોલીસનો હળવા અંદાજમાં મોટો સંદેશો જોઈને લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. તેમજ આ ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા લોકડાઉન દરમિયાન મુંબઈ પોલીસે એક ટ્વીટ દ્વારા કોઈ ટ્વીટર યુઝરનો જવાબ આપ્યો હતો. જે ખૂબ વાયરલ થયો હતો.

આ સોશ્યલ મીડિયા અભિયાનમાં બૉલીવુડ સ્ટાર સલમાન ખાનની ‘દબંગ’ અને શાહિદ કપૂર–કિયારા અડવાણી સ્ટારર ‘કબીર સિંહ’ ના વિવાદાસ્પદ ડાયલૉગનો ઉપયોગ કરીને લોકોને પોતાના શબ્દો સમજીવિચારીને ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

તેમની તાજેતરની ‘લેટ્સ નોટ નોર્મલાઈઝ મિસોજીની’ પોસ્ટ માટે તેઓને નેટિઝન્સ તરફથી પ્રશંસા મળી રહી છે. આ પોસ્ટમાં તેમણે તેમનો સંદેશ આપવા માટે કેટલીક લોકપ્રિય ફિલ્મોના સંવાદોનો ઉપયોગ કર્યો.

“સિનેમા આપણા સમાજનું પ્રતિબિંબ છે. અહીં (ફક્ત) કેટલાક (ઘણામાંથી) સંવાદો આપણા સમાજ અને સિનેમા બંનેને પ્રતિબિંબિત કરવાની જરૂર છે. તમારા શબ્દો અને ક્રિયાઓ કાળજીપૂર્વક પસંદ કરો – જ્યાં સુધી તમે નહીં ઈચ્છો કે કાનુન દખલગીરી કરે! “તેમણે આ પોસ્ટ શેર કરતી વખતે લખ્યું. આ પોસ્ટમાં ‘દબંગ’ અને ‘કબીર સિંહ’ ઉપરાંત 2013ની સાલમાં રિલીઝ થયેલી ‘ચશ્મે બદ્દુર’ અને ‘ઉજડા જમન’ જેવી ફિલ્મોના ડાયલૉગનો ઉપયોગ કર્યો છે.

મુંબઈ પોલિસે પોતાની પોસ્ટમાં ‘LetsNotNormaliseMisogyny’, ‘MindYourLanguage’ અને ‘WomenSafety’ જેવા હેશટેગનો ઉપયોગ કર્યો છે. સોશ્યિલ મીડિયા ઉપર મુંબઈ પોલિસની આ અભિયાનને ઘણા પસંદ કરી રહ્યા છે.

આ પોસ્ટ શેર કરવાના એક કલાક બાદ જ આ પોસ્ટને 30,000 થી વધારે લાઈક્સ મળ્યા હતા. અને લોકો તેમનું રિએક્શન પણ આપી રહ્યા છે. જેમાં એક જિનશાઇના નામના યૂઝરે લખ્યું કે, આ મુદ્દાની અત્યંત જરૂર હતી. જે પણ મુંબઇ પોલિસનું સૌશિયલ મિડીયા હેન્ડલ કરે છે તેઓ વખાણના પાત્ર છે અને તેમનો ખૂબ ધન્યવાદ…

Scroll to Top