અમેરિકાની એક હોટલમાં એક વ્યક્તિ તેના પરિવાર સાથે ડિનર કરવા આવ્યો હતો. આ દરમિયાન હોટલની એક મહિલા વેઈટરે બધાનું ખૂબ જ સરસ સ્વાગત કર્યું અને ખવડાવ્યું. આ દરમિયાન આખો પરિવાર તેનાથી ખુશ જણાતો હતો અને તેણે કહ્યું કે તે એક વિદ્યાર્થી છે, અને હોટલમાં પાર્ટ ટાઈમ કામ કરે છે. આ પછી વ્યક્તિએ મહિલા વેઈટરને ત્રણ લાખ રૂપિયાથી વધુની ટિપ આપી. પરંતુ તે પછી કંઈક એવું થયું કે મહિલાને હોટેલવાળા એ બહાર ફેંકી દીધી.
ખરેખર, આ ઘટના અમેરિકાના અરકાનસાસ રાજ્યની છે. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, રેયાન નામની મહિલા અહીંના એક શહેરની એક હોટલમાં પાર્ટ ટાઈમ કામ કરે છે. એક દિવસ એક પુરુષ અને તેના પરિવારે મળીને આ મહિલાને લગભગ ત્રણ લાખની ટિપ આપી. આ બધું ત્યારે થયું જ્યારે મહિલા વેઈટરની સેવાથી બધા ખૂબ ખુશ થયા અને તેઓએ તેના વખાણ પણ કર્યા.
જ્યારે હોટેલ મેનેજરને મહિલા વેઈટરને મળેલી ટિપની જાણ થઈ ત્યારે તેણે બાકીની વેઈટ્રેસ સાથે તે પૈસા શેર કરવા કહ્યું. મેનેજરે પહેલાં ક્યારેય કોઈને ટીપ શેર કરવા કહ્યું ન હતું. મેનેજરની આ વાતથી તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહ્યું કે તેને આ પૈસાની જરૂર છે અને બીજું, તેણે આ ટિપ જાતે જ મેળવી છે. આ પછી પણ મેનેજર પોતાની વાત પર અડગ રહ્યા અને પૈસા વહેંચવા કહ્યું.
View this post on Instagram
આ પછી મહિલાએ તરત જ આ વાત તે વ્યક્તિને કહી, જેણે તેને ટીપ આપી હતી, પરંતુ મેનેજરને આ વાત પસંદ ન પડી અને તેણે નોકરી ગુમાવવી પડી. રિપોર્ટ અનુસાર, આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. જ્યારે ટિપ આપનારને સમગ્ર મામલાની જાણ થઈ, ત્યારે તેણે તેની મદદ માટે એક ઓનલાઈન ઝુંબેશ શરૂ કરી જેના દ્વારા તે પૈસા ભેગા કરી શકે.