મહિન્દ્રા 13 નવા વાહનો લોન્ચ કરવાની તૈયારીમાં છે, જેમાંથી 8 માત્ર ઇલેક્ટ્રિક મોડેલ હશે. આ મોડેલો 2027 સુધીમાં લોન્ચ થવાના છે. ઇલેક્ટ્રિકમાં XUV 100 અને XUV 700 જેવી ગાડીઓ શામેલ હશે. હવે આ યાદીમાં મહિન્દ્રા XUV400 નું નવું નામ પણ ઉમેરવામાં આવ્યું છે. ઓટોકાર ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર મહિન્દ્રા ગ્રુપના ઓટો અને ફાર્મ સેક્ટરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજેશ જેજુરિકરે જણાવ્યું હતું કે કંપની XUV300ના ઇલેક્ટ્રિક વર્ઝન માટે XUV400ના નામનો ઉપયોગ કરી શકે છે. જોકે હાલ આ ફાઈનલ થયું નથી.
અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે મહિન્દ્રા એક્સયુવી400ના નામે મિડ સાઇઝ એસયુવી રજૂ કરી શકાય છે, જે XUV300 અને XUV500 વચ્ચે મૂકવામાં આવશે. S204 કોડનેમ ધરાવતી મિડ-સાઇઝ એસયુવીફોર્ડના બી-પ્લેટફોર્મ પર બનાવવાની યોજના હતી, જે હ્યુન્ડાઇ ક્રેટા અને કિયા સેલ્ટોની ટક્કર પર લાવવામાં આવી હોત. પરંતુ હવે જ્યારે ફોર્ડ અને મહિન્દ્રાની ભાગીદારી પૂરી થઈ ગઈ છે ત્યારે XUV400 નામનો ઉપયોગ eXUV300 માટે થવાની ધારણા છે.
જણાવી દઈએ કે કંપનીએ 2020 ઓટો એક્સ્પોમાં મહિન્દ્રા XUV300 ના ઇલેક્ટ્રિક વર્ઝનની ઝલક રજૂ કરી હતી. મહિન્દ્રા ઇલેક્ટ્રિક સ્કેલેબલ અને મોડ્યુલર આર્કિટેક્ચર (એમઇએસએમએ) પ્લેટફોર્મ પર આધારિત તે પ્રથમ મોડેલ છે. તેને બે વેરિએન્ટમાં લાવી શકાય છે: 350V અને 380વV. લોઅર-સ્પેક મોડેલ નેક્સન ઇવીને ટક્કર આપશે, ત્યારે હાઈ-સ્પેક વેરિએન્ટ MG ZS ev અને હ્યુન્ડાઇ કોના EV જેવી ગાડીઓની સ્પર્ધામાં હશે.