હવે આંતકી ઘટનાઓ ને રોકવા માટે એક ખાસ પ્રકાર ની ગાડી અમલ માં લાવા ની યોજના છે. જી હા,ખરેખર દેશ માં વધતી આતંકી ઘટનાઓ ને રોકવા.
અને આતંકીઓને ઘટના મોંકા પર જ મારી નાખવા માટે મહિન્દ્રા એ એક ખાસ ગાડી બનાવી છે.
તમારી જાણકારી માટે કહી દઇએ કે આ ગાડી નું નામ મહિન્દ્રા માર્કસમેન એપીસી છે. આમ APC નો અર્થ આર્મર્ડ પર્સનલ કેરિયર થી છે. આ સંપૂણપણે બુલેટપ્રુફ અને ગ્રેનેડ પ્રુફ વાહન છે.
તેનો અર્થ એ છે કે આ વાહન પર ગ્રેનેડ હુમલા નો પણ કોઈ અસર નહીં થાય.
આ છે આ વાહન ની વિશેષતાઓ
મહિન્દ્રા માર્કસમેન એપીસી પ્રતિ કલાક 120 કિલોમીટરની ઝડપે દોડી શકે છે.બતાવી દઇ એ કે આ વાહન માં એક સાથે 7 જવાન બેસી શકે છે.
ઉપર લાગેલુ લોખંડ નું કવર થી બચાવી ને જવાન વાહન થી બહાર નીકળી ને પણ ફાયરિંગ કરી શકે છે. જાણો છો કે આ વાહન સ્કોર્પિયો ચેસિસ પર બનાવામાં આવ્યું છે.
આટલું જ નહીં માર્કસમેન ના દરવાજા માં બુલેટપ્રુફ કાચ લગાવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ વાહન પર કોઈ બાજુ થી ગ્રેનેડ હુમલો કરવા પર કોઈ નુકસાન નહીં થાય.
આ સિવાય,આમાં જવાનો સુધી ગુપ્ત સંદેશ આપવા માટે અલગ થી વોકી ટોકી ગોઠવણો કરવામાં આવી છે. કિંમત ની વાત કરીએ તો આ વાહન ની કિંમત 56 લાખ રૂપિયા છે.
ખરેખર,મહિન્દ્રાએ દેશની સલામતીને મજબૂત બનાવવાના હેતુથી મહિન્દ્રા માર્કસમેન એપીસીનું નિર્માણ કર્યું છે.
તમારી જાણકારી માટે કહી દઈ એ કે આ વાહન 2006 માં ડિજાઇન કરવામાં આવ્યું હતું. અને 2009 થી તે પ્રચલિત છે.
તમે જાણો છો કે આ વાહન ની લંબાઈ 4.39 મીટર, પહોળાઈ 1.863 મીટર અને ઉંચાઈ 2.030 મીટર છે. આ 4 ગણી 4 વ્હીલ સસ્પેન્શન પર આધારિત છે.
આમ 2.5 લીટર નું બીએસ 3 નું એન્જીન છે. તમને કહી દઉં કે મહિન્દ્રા માર્કસમેન એપીસી ને સૌથી પહેલા મુંબઇ પોલીસ ને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.
ત્યારથી આજ સુધી સેના અને અર્ધલશ્કરી દળો આ વાહનો નો ઉપયોગ કરી રહ્યા છે.
દેશ ની રાજધાની દિલ્લી ને આંતકવાદીઓથી સુરક્ષિત રાખવા માટે હાલમાં જ દિલ્હી પોલીસ ને પહેલી મહિન્દ્રા માર્કશમેન એપીસી આપવામાં આવી છે.