મહીસાગર જિલ્લામાંથી ગંભીર અકસ્માત થયાનાસમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પણ આ અકસ્માતમાં માતા બાળકનું કરૂણ મોત નીપજ્યુંછે. આ અકસ્માત એસટીની લોકલ બસ અને બાઇકવચ્ચે થયો હતો. તેમાં બાઇક સવાર વ્યક્તિઓને ઇજા થઈ જ્યારે એક બાળક એસટીના ટાયરનીચે કચડાઈ જતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાપાસે થયો હતો.
જ્યારે બનાવ વિશે વાત કરવામાં આવે તો આજે મહીસાગરના કાડાણા તાલુકાના લાડપુરનજીક એસટીની લોકલ બસનો અકસ્માત થયો હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. જ્યારે ઘટનાસ્થળેથી પ્રાપ્ત થયેલા દ્રશ્યોએ એક બસની બાઇક સાથેની ટક્કર થઈ હોવાનું જાણવામળ્યું હતું. ટક્કર બાદ બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ ટક્કરમાં બે વ્યક્તિઓને ઇજા થઈ હતી પરંતુ સૌથી કરૂણ બાબત એ રહી હતી કે,એસટીના ટાયર નીચે એક બાળકનું કચડાઈને મોત થઈ ગયું હતું. આ બાળકના મૃતદેહને બહાર કાઢવા માટે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન મહીસાગર પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. એસટીની માણસાથી પાટવેલ જતી બસની ટક્કરના કારણે બાળકનું મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને કાઢવા માટે જેસીબી મંગાવવું પડ્યું હતું. અહેવાલ અનુસાર જેસીબીથી બસ ઉંચી કરી અને ટાયર નીચે ફસાયેલો બાળકનો મૃતદેહ કઢાયો હતો. તેમ છતાં, એસટીના મુસાફરોને ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા નથી.