ગુજરાતનાં આ મંદિરે આજે પણ જોવા મળે છે પરચા, મંદિર બહાર નથી નીકળતો પ્રસાદ

મહુડીની વાત કરવામાં આવે તો તે જૈન ધર્મનું પ્રાચીન ચમત્કારિક તીર્થસ્થાનોમાંથી સૌથી મહત્વપુર્ણ તીર્થસ્થાનમાંથી એક માનવામાં આવે છે. આ મંદિર ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મહુડી ગામમાં આવેલ છે. જ્યારે આ પ્રાચીન તીર્થધામ અને જૈન સમુદાયના મંદિર ઘંટાકર્ણ મહાવીર અને પદ્મપ્રભુ જૈન મંદિરનું તીર્થસ્થળ રહેલું છે. પ્રાચીન સમયમાં પવિત્ર તિર્થસ્થાન મધુમતી ના નામથી ઓળખાતું હતું.

જ્યારે મહુડી જૈન મંદિરની સ્થાપનાની વાત કરવામાં આવે તો તે જૈન ભિક્ષુક આચાર્ય બુદ્ધિસાગર સુરી દ્વારા ૧૯૧૭ માં કરવામાં આવી હતી. મંદિરના પરિસરમાં એક શિલાલેખ આજે પણ રહેલો છે. વાડીલાલ કાલિદાસ વોરા દ્વારા દાનમાં આપવામાં આવેલી જમીન પર ૧૯૧૬માં આધાર સ્થાપિત કરાઈ હતી. જ્યારે મંદિરમાં ઘંટાકર્ણ મહાવીર ભગવાનની પુજા પણ કરાય છે. ભગવાનની છબી ક્ષત્રિય રાજા તુંગાભદ્રાનાં રૂપમાં બનાવવામાં આવી છે, જેના એક હાથમાં તીર અને એક હાથમાં ધનુષ રહેલ છે.

નોંધનીય છે કે, પુનમચંદ લલ્લુભાઈ શાહ, કંકુચંદ નરસીદાસ મહેતા અને હિંમતલાલ હાકમચંદ મહેતા દ્વારા મળીને મંદિરના પ્રબંધન માટે ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પદ્મપ્રભુની ૨૨ ઇંચની મુર્તિ સ્થાપિત કરાઈ હતી. બુદ્ધિસાગર સુરીની સમર્પિત ગુરુ મંદિરની સ્થાપના પણ કરવામાં આવી હતી. ભક્ત દ્વારા અહીંયા ભગવાન ઘંટાકર્ણ મહાવીરને પ્રિય સુખડીનો પ્રસાદ ચડાવવામાં આવે છે. બધા મળીને મંદીરનાં પરિસરની અંદર જ પ્રસાદનું સેવન કરે છે કેમકે આ પ્રસાદ મંદિરની બહાર લઇ જવાતો નથી.

તેની સાથે પરંપરા અનુસાર પરિસરમાં બેસીને જ પ્રસાદ ખાવો અનિવાર્ય રહેલો છે. જેને લઇને એક માન્યતા રહેલી છે. મહુડી મંદિર સંકુલમાં બનતી સુખડીના પ્રસાદનું અનેરૂ મહત્વ રહેલું છે. તેને લઈને અહીંયા એક માન્યતા છે કે અહીં મળતી સુખડીના પ્રસાદની મંદિરનાં પરિસરની બહાર લઈ જઈ શકાતો નથી. કેમકે તેને બહાર લઈ જનાર વ્યક્તિ સાથે અશુભ ઘટના જરૂર બને છે. દર વર્ષે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ દ્વારા સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

Scroll to Top