સુરતના મહુવામાં વહેલી સવારના કાર ઝાડ સાથે અથડાતા ત્રણ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધરા ગામ નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા 3 લોકોના મોત થયા હતાં. જ્યારે બે વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જ આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને એમ્બ્યુલન્સ તેમજ પોલીસને અકસ્માત અંગે જાણ કરાઈ હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, કારમાં સવાર પાંચેય વ્યક્તિ મૂળ નવસારીના ચીખલીના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની વાત કરવામાં આવે તો મારૂતી સુઝુકીની અર્ટીગા કાર નંબર GJ-21-CB- 3974 ના ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. જેના લીધે કારમાં સવાર પાંચ લોકોમાંથી 3 ના મોત નીપજ્યા છે જ્યારે બે લોકોને ઈજાઓ થતા સારવાર માટે વાસદાની કોટેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.
મૃતક અને ઈજાગ્રસ્તોની વાત કરવામાં આવે તો તે આ મુજબ છે. જેમાં યોગશ પટેલ, વાંસદા-નવસારી (મૃતક), નિલકમલ પટેલ, વાંસદા-નવસારી (મૃતક), પિનલ આહિર, ચીખલી- નવસારી (મૃતક), પરિમલ પટેલ, ચીખલી- નવસારી (ઈજાગ્રસ્ત), નિલેશ પટેલ, વાંસદા- નવસારીનો સમાવેશ થાય છે.