મૈસૂરમાં કોલેજની વિદ્યાર્થિની પર ગેંગરેપ આચરવામાં આવ્યો, જેમાં આટલા લોકોની કરવામાં આવી ધરપકડ

મૈસૂરમાં કોલેજની એક વિદ્યાર્થીની ઉપર ગેંગરેપ આચરવામાં આવ્યો હોવાની ઘટના સામ આવી છે. જ્યારે આ ગેંગરેપમાં સામેલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે ધરપકડ કરાયેલા પાંચેય મંજૂરી કામ સાથે સંકળાયેલા હતા. તેમાં જાણવા મળ્યું છે કે, તે વાયરિંગ, કારપેન્ટરી, ડ્રાઇવિંગ વગેરે કામ કરતા હતા.

તેમાં જાણકારી સામે આવી છે કે, આરોપીઓ તમિલનાડુના તિરૂપુરના રહેવાસી હતા. જેમાંથી એક 17 વર્ષનો સગીર પણ સામેલ હતો. આ કેસમાં કુલ છ આરોપીઓ છે જેમાંથી એક હજુ પણ પોલીસના હાથમાં આવ્યો નથી. તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મૈસૂરમાં કોલેજની વિદ્યાર્થીની અને તેના મિત્રને આ છ વ્યક્તિઓ લૂંટવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

તેમ છતાં લૂંટમાં તેઓ સફળ રહ્યા નહી તો તેના કારણે બાદમાં યુવકને ઢોર માર માર્યો હતો અને યુવતી પર ગેંગરેપ આચર્યો હતો. તેમાં સામે આવ્યું છે કે, આરોપીઓ મૈસૂર કોઇના કોઇ કામ માટે આવતા રહેતા હતા. આ ઘટના બાદ પીડિત વિદ્યાર્થીની ટ્રોમામાં ચાલી ગઈ છે અને નિવેદન આપી શકે તેવી પણ સ્થિતિમા નથી. અત્યારે તેને મેડિકલ સારવાર હેઠળ રાખવામાં આવી છે.

જ્યારે પીડિતાનો જે મિત્ર છે તેની પાસેથી પણ પોલીસ દ્વારા માહિતી એકઠી કરવામાં આવી રહી છે પરંતુ તેને માર મારવામાં આવ્યો હોવાના કારણે તે પણ બેભાન અવસ્થામાં રહેલ છે. જ્યારે પોલીસને જાણકારી મળી છે કે, આરોપીઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહેલા છે પરંતુ તેની ચોકસાઈ કરવાની બાકી રહેલી છે.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ કેસમાં જલ્દી જ અમારા દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. તેની સાથે જો જરૂર પડશે તો સ્પેશિયલ પ્રોસીક્યૂટરની નિમણુંકતા પણ કરવામાં આવશે. જે પણ આરોપીઓ છે તેમને જલ્દી જ સજા આપવામાં આવશે. તેમાં કોર્ટ દ્વારા દરેક પ્રકારની મદદ કરાશે. નોંધનીય છે કે, રિપોર્ટ મુજબ, મૈસૂરમાં મેડિકલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર ગેંગરેપ આચરવામાં આવ્યો હતો. જે જગ્યાએ આ ઘટના બની તે મૈસૂરથી નજીક આવેલી હતી.

જ્યારે જાણકારી સામે આવી છે કે, પીડિતા પોતાના મિત્રની સાથે બાઇક પર બેસીને જઈ રહી હતી. તે દરમિયાન અહીના ચામૂંડા હિલ્સ પર તેમને અપરાધીઓ દ્વારા અટકાવ્યા હતા. ત્યાર બાદ તેમને લૂટવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં સફળ ન થતા યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. જ્યારે યુવતી પર ગેંગરેપ પણ ગુજારવામાં આવ્યો હતો. આ બાબતમાં કર્ણાટકના મંત્રીએ શરમજનક નિવેદન આપી જણાવ્યું હતું કે, જેથી વિવાદ ઉભો થયો હતો બાદમાં તેમણે નિવેદન પરત લઇ લીધું હતું.

Scroll to Top