મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહના ઘરની બાજુમાં લાગી ભયંકર આગ, સચિવાલયમાં હડકંપ મચી ગયો

Manipur Secretariat Fire: મણિપુરની રાજધાની ઈમ્ફાલના ઓલ્ડ લમ્બુલૈનમાં આકરી સુરક્ષાવાળા સચિવાલય પરિસર નજીક આવેલા એક ઘરમાં આગ લાગી ગઈ. જે ઘરમાં આગ લાગી છે, તે મુખ્યમંત્રી એન બીરેન સિંહના સરકારી બંગલાની નજીકમાં જ છે.

આગ ક્યા કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી. પોલીસે જણાવ્યું કે, આ ખાલી ઘર ગોવાના પૂર્વ મુખ્ય સચિવ દિવંગત થાંગખોપાઓ કિપગેનનું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સ્થળ પર પહોંચીને ફાયરની ગાડીઓ આગ પર કાબૂ મેળવી રહી છે.

સીએમના બંગલા પાસે આગ લાગી

જે ઘરમાં આગ લાગી છે, તે કુકી ઈન કોમ્પ્લેક્સની નજીક આવેલું છે. જે ઈમ્ફાલના બાબૂપારામાં મણિપુરના મુખ્યમંત્રી બીરેન સિંહના આવાસની સામે છે. પોલીસે જણાવ્યું કે, મણિપુરમાં ચાલી રહેલી હિંસાના કારણે આ ઘરના લોકો પહેલાથી જ ઘર છોડીને જતા રહ્યા હતા.

ઘરની છત લાકડા અને ગૈલ્વનાઈઝ્ડ ટિનથી બનેલી હતી. જેના કારણે આગની લપેટમાં તેજ થઈ ગઈ છે. આ કારણથી આગ ઠારવામાં થોબલ જિલ્લાથી વધારાની ફાયર ટીમની મદદ લીધી. ફાયર કમીઓને આગ ઠારવામાં એક કલાકથી વધારેનો સમય લાગ્યો હતો.

Scroll to Top