International

પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલોઃ ચીની એન્જિનિયર અને પાકિસ્તાની સૈનિકોને લઈ જતી બસ પર IED બ્લાસ્ટ

પાકિસ્તાનમાં મોટા પાયા પર આતંકી હુમલો થયો છે. ચીની એન્જિનિયર અને પાકિસ્તાની સૈનિકોને લઇને જઇ રહેલી બસમાં આઇઇડી વિસ્ફોટ થયો છે. 4 ચીની એન્જિનિયર સહિત 8ના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાનના બસ દસૂ બાંધ પર કામ કરી રહેલા ચીની એન્જિનિયરોને લઇને જઇ રહી હતી. બસમાં 30 એન્જિનિયર અને કર્મચારી સવાર હતા. બસની સુરક્ષા પાકિસ્તાની સૈનિક કરી રહ્યા હતા. અચાનક બસમાં બ્લાસ્ટ થયો હતો, અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર થતા મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. પાકિસ્તાનની સ્થાનિક મીડિયા અનુસાર, શબ અને ઘાયલોને ગ્રામીણ સ્વાસ્થ્ય કેન્દ્ર દાસૂ મોકલવામાં આવ્યા છે.

આ પહેલા પાકિસ્તાનના ખૈબર પખતૂનવામાં પાકિસ્તાની સેના પર આતંકી હુમલો થયો હતો. પાકિસ્તાની સેના પર આ હુમલો હંગૂમાં થયો હતો. આ હુમલામાં પાકિસ્તાની સેનાના કેપ્ટન અબ્દુલ બસિત સહિત 12 જવાનના મોત થયા હતા, જ્યારે 15 જવાન ઘાયલ થઇ ગયા હતા.

આ હુમલા પાછળ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ને જવાબદાર માનવામાં આવી રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાની સેના તરફથી ખુર્રમ વિસ્તારમાં TTPના આતંકીઓ વિરૂદ્ધ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ હતું. આ દરમિયાન TTPના આતંકીઓએ હુમલો કર્યો હતો. આ મિશનને કેપ્ટન અબ્દુલ બાસિત ખાન લીડ કરી રહ્યા હતા.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker