અમૃતસરી છોલે ઉત્તર ભારતની પ્રસિદ્ધ રેસિપીમાંથી એક છે. આ વાનગીની સૌથી સારી વાત એ છે કે તમને આ વાનગીની સામગ્રી ઘરમાંથી જ સરળતાથી મળી જશે. તેને કાબુલી ચણા, ડુંગળી અને ટામેટાં સાથે તૈયાર કરવામાં આવે છે.
જો તમે મસાલાવાળું ભોજન પસંદ કરો છો તો આ રેસિપી તમારા માટે છે. આ રેસિપીને ક્યારેય પણ બનાવી શકાય છે. મોંઢામાં પાણી લાવી દેતી આ રેસિપી કેવી રીતે બનાવી શકાય એ જાણીએ.
અમૃતસરી છોલે સામગ્રી
- 500 ગ્રામ કાબુલી ચણા (આખી રાત પલાળેલા)
- 4 ઝીણી સમારેલી ડુંગળી
- 10 કાળા એલચી
- 2 ચમચી આમચૂર
- 3 ચમચી લસણની પેસ્ટ
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર
- 3 ચમચી વાટેલું જીરું
- 2 ચમચી ગરમ મસાલો
- 4 ચમચી ધાણાજીરું
- 6 ટી બેગ
- 4 ચમચી દાડમના દાણા
- 3 ચમચી આદુંની પેસ્ટ
- 6 લીલા મરચાં
- 4 ચમચી ઘી
- 2 મોટા ચમચા લાલ મરચું
- 2 ચમચી હળદર પાઉડર
- 4 તમાલપત્ર
- 6 કપ પાણી
રીત
સ્વાદિષ્ટ અમૃતસરી છોલે ઘરે બનાવવા માટે સૌથી પહેલા પલાળેલા છોલેને પાણીમાંથી કાઢી લો. હવે ઊંડા પેનમાં છોલે નાખો. તેમાં પાણી ટી બેગ અને એલચી ઉમેરો. પછી તે મધ્યમ તાપ પર રાખો અને 30 થી 40 મિનિટ સુધી ઉકાળો. તેને ત્યાં સુધી રાંધો જ્યાં સુધી છોલે સોફ્ટ ન થઈ જાય. છોલેને પાણીમાંથી કાઢી લો. ટી બેગ અને એલચીને પાણીમાં જ રહેવા દો.
આમચૂર પાઉડર, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાં, મીઠું, ધાણાજીરું, લાલ મરચું, હળદર અને ગરમ મસાલાને બ્લેન્ડરમાં મિક્સ કરો. આ બધી સામગ્રીને આશરે 1થી દોઢ કપ પાણીમાં ઉમેરો અને ચીકાસવાળી પેસ્ટ બનાવી લો. પછી મધ્યમ તાપ પર એક પેન ગરમ કરો. તેમાં છોલે અને વાટેલી પેસ્ટ ઉમેરો અને સરખી રીતે મિક્સ કરી લો. હવે તેને એક તરફ રાખી દો.
એક ફ્રાઇંગ પેનમાં ઘી ગરમ કરો. ડુંગળી અને તમાલપત્રને થોડી વાર સાંતળો. હવે તેમાં ટામેટા ઉમેરી સરખી રીતે સાંતળો. થોડું પાણી ઉમેરી તેમાં છોલે મિક્સ કરી દો.
છોલેની ગ્રેવીમાં પાણી ઓછું થઈ જાય ત્યાં સુધી રાંધો. થોડી સમારેલી ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરો. ચોખા, રોટલી અથવા નાન સાથે ગરમ ગરમ સર્વ કરો.