લગ્નના બંધને બંધાશે મલાઇકા-અર્જુન, અભિનેત્રીએ જાહેરમાં પોસ્ટ કરી કહ્યું ‘હા’

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના પ્રેમની ચર્ચા દરેક જગ્યાએ છે, પરંતુ હવે ટૂંક સમયમાં આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. ચાહકોની રાહ પૂરી થઈ શકે છે અને ટૂંક સમયમાં મલાઈકા અને અર્જુન લગ્ન કરી શકે છે. મલાઈકા અરોરાએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ વાતનો ઈશારો કર્યો છે. મલાઈકા અરોરાએ એક પોસ્ટ શેર કરી છે જેમાં તે શરમાતી જોવા મળી રહી છે, અને કેપ્શનમાં કંઈક લખ્યું છે જે સૂચવે છે કે તે જલ્દી જ લગ્ન કરી શકે છે.

મલાઈકા અરોરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું કે, ‘I sad Yes…’. તસ્વીરમાં, મલાઈકા લગ્નની વાત કરતી વખતે જે રીતે કોઈ છોકરી શરમાય છે તેવી જ રીતે શરમાતી જોવા મળે છે. આ રીતે હવે ફેન્સની રાહ પણ પૂરી થઈ રહી છે, જેઓ અર્જુન અને મલાઈકાના લગ્નની રાહ જોઈ રહ્યા છે. આ તસવીર પર કોમેન્ટ કરીને ફેન્સ પણ હવેથી મલાઈકા અને અર્જુનને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓએ તેમના સંબંધોને ઘણા સમય પહેલા ઓફિશિયલ પણ કરી દીધા હતા. જો કે લગ્નના મામલે બંને હંમેશા મૌન રહ્યા છે. ઘણીવાર આ બંને સાથે વેકેશન પર જતા અને ત્યાં એન્જોય કરતા જોવા મળે છે. આ બંને સ્ટાર્સ સોશિયલ મીડિયા પર પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. તેની રોમેન્ટિક તસવીરો અવારનવાર વાયરલ થાય છે અને ચર્ચાનો વિષય બને છે. તમને જણાવી દઈએ કે, મલાઈકાએ પહેલા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે હવે તે છૂટાછેડા લઈ ચૂકી છે.

Scroll to Top