તો શું મલાઇકાએ અર્જુન કપૂર સાથે ગુપચુપ કરી લીધી સગાઈ?

બોલિવુડ એક્ટ્રેસ મલાઇકા અરોરા તેની લવ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે. અરબાઝ ખાન સાથે તલાક થયા બાદ મલાઇકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. આ કપલે જાહેરમાં તેમના રિલેશનનો સ્વીકાર પણ કર્યો છે. ફેમસ ફિલ્મ નિર્માતા બોની કપૂરનો પુત્ર અર્જુન કપૂર અને મલાઇક અરોરા ઘણીવાર તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરતાં હોય છે.

મલાઇકા અને અર્જુન કપૂરના મેરેજ ક્યારે થશે તે વિશે જાણવા માટે ફેન્સ આતુર છે. આ વિશે કોઈ સચ્ચાઈ સામે આવી નથી પરંતુ તાજેતરમાં મલાઇકાએ એક ફોટો શેયર કર્યો છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી નાખ્યા છે. ત્યારબાદ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, શું આ કપલે ગુપચુપ સગાઈ કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મલાઇકા એંગેજમેન્ટ રિંગ ફલોન્ટ કરતી પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેયર કરી છે. આ ફોટામાં મલાઇકા ડિઝાઇનર સાડીમાં નજર આવી રહી છે. આ સિવાય મલાઇકાએ સુંદર એંગેજમેન્ટ રિંગ પહેરી છે. બીજા ફોટામાં મલાઇકના હાથમાં શેમપેનનો ગ્લાસ છે જેમાં તેની રિંગ નજર આવી રહી છે. જો તમે પણ એવું વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે, મલાઇકા એક ફેમસ રિંગ બ્રાંડને સમર્થન આપી રહી છે. આ તસવીર તેના કેમ્પેનનો એક ભાગ છે.

ઉલ્લેખનીય છે કે, મલાઇકા અરોરાએ અરબાઝ ખાન સાથે લવ મેરેજ કર્યા હતા, મેરેજ પહેલા લગભગ 5 વર્ષ સુધી બંને એકબીજાને ડેટ કર્યું હતું. તેમ છતાં આ રિલેશન મેરેજના 18 વર્ષ પછી તૂટી ગયું અને બંનેના તલાક થઈ ગયા. જો કે, તેમના તલાક કેમ થયા તેના ઘણા કારણ સામે આવ્યા હતા. મલાઇકાએ તલાક બાદ જાહેરમાં આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, જ્યારે બે લોકો એકબીજા સાથે ખુશ ના હોય તો અલગ થઈ જવું સારું છે.

Scroll to Top