હાલમાં પશ્ચિમ બંગાળમાં વાવાઝોડું યાસ આવ્યું છે, અને આ વાવાઝોડા ને કારણે પશ્ચિમ બંગાળમાં ના જિલ્લાઓમાં ઘણું નુકસાન થયું છે. ત્યારે આ વાવાઝોડા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યાસ વાવાઝોડાથી થયેલા નુકસાનની સ્થિતિ જાણવા પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે. જે હાલમાં વડાપ્રધાન મોદી બંગાળ અને ઓડિશાના પ્રવાસ પર છે.
તેમણે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે મમતા રિવ્યૂ મીટિંગના નિર્ધારિત સમયે હાજર રહ્યા ન હતા. જેના પરથી સ્પષ્ટ જાણી શકાય છે કે, ચૂંટણી વખતે શરૂ થયેલી કેન્દ્ર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેનો તણાવ હજુ પણ યથાવત છે. જો કે આ મીટિંગમાં શુભેન્દુ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા જેના કારણે મમતા બેનર્જી નારાજ થયા હતા. હાલમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં મમતા શુભેન્દુ સામે હારી ગયા હતા. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા અને ચીફ સેક્રેટરી એકજ પરિસરમાં હાજર હોવા છતા તેઓ મીટિંગમાં 30 મીનિટ મોડા આવ્યા હતા.
આ બેઠકમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન મમતાએ PM મોદીને વાવાઝોડામાં થયેલા નુકસાનનો પ્રાથમિક રિપોર્ટ પણ આપ્યો હતો. અને આ બન્ને નેતાઓ વચ્ચે 15 મીનિટ સુધી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં કલાઈકુંડામાં યોજાઈ હતી. અને આ બેઠક દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ PM મોદીને રાજ્યની સ્થિતિ અને વાવાઝોડાથી સૌથી વધારે નુકસાન થયું તે વિસ્તારો વિશે જાણકારી આપી છે. ત્યારે હવે ગઈકાલે મમતા ત્યાંના વધારે નુકસાનકારક વિસ્તારનો હવાઈ સર્વે કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જી અને તેમના ચીફ સેક્રટરી સમિક્ષા બેઠકમાં 30 મિનિટ મોડા પહોંચ્યા હતા. બેઠકમાં આવ્યા બાદ મમતા બેનર્જીએ વાવાઝોડાની અસર પર તૈયાર કરેલા ડોક્યુમેન્ટ્સ આપી દીધા અને એવું કહીને ત્યાથી નિકળી ગયા કે તેમને બીજી મિટિંગોમાં હાજરી આપવાની છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ પીએમ મોદી અને મમતા બેનર્જી પહેલી વખત મળ્યા હતા. આ પહેલા મોદીએ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. મમતા બેનર્જી વાવાઝોડા યાસના કારણે પશ્ચિમ બંગાળને 15 હજાર કરોડ રૂપિયાના નુકસાનની વાત કહી ચુક્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ અને ઓડિશાનો પ્રવાસ કર્યો જેમાં સૌથી પહેલા તેઓ ઓડિશાના ભુવનેશ્વરની રિવ્યૂ મીટિંગ કરી અને ત્યાર પછી બાલાસોર, ભદ્રક અને પૂર્વી મેદિનીપુરનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. આ મમતાની ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા પછી મોદી સાથેની પ્રથમ મુલાકાત હતી. અહીં બંને વચ્ચે ચક્રવાતને કારણે થયેલા વિનાશ અંગે ચર્ચાઓ કરી છે. આની પહેલાં ચક્રવાતના પ્રભાવ અંગે પ્રધાનમંત્રીએ એક રિવ્યૂ મીટિંગ કરી હતી. તેમણે ઓફિશિયલ પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું હતું કે આ મીટિંગમાં વિવિધ પાસાં અંગે ચર્ચાઓ હાથ ધરાઇ હતી.
બેઠકમાં PMએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોમાં એજન્સીઓએ ચક્રવાતના પડકારનો સામનો કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. એની સાથે તેમણે એજન્સીઓને સામાન્ય જીવન ઝડપથી યથાવત્ કરવા આદેશ આપ્યો હતો. ઓડિશાના જિલ્લાઓમાં જ વાવાઝોડાથી સૌથી વધુ તબાહી થઈ છે. અહીં ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું હતું કે સવારે 5 વાગ્યાની આસપાસ આ વાવાઝોડાની અસર બિહાર અને તેની બાજુમાં આવેલા ઝારખંડ વિસ્તારમાં ઓછી થઈ છે.
બેઠકમાં વડાપ્રધાને કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓએ વાવાઝોડાના પડકારોનો સામનો કરવામાં અસરકારક અને સક્રિય ભૂમિકા ભજવી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં વહેલી તકે સામાન્ય જીવન થાળે પાડવા માટે એજન્સીઓને પણ નિર્દેશ આપ્યા હતા.
પીએમ મોદીએ કર્યું રાહત પેકેજનું એલાન
પીએમ મોદીએ 1,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરતા કહ્યું કે તેમની સરકાર પ્રભાવિત લોકો માટે ‘દુઆરે ત્રાણ’ (ઘર પર રાહત) કાર્યક્રમ ચલાવશે. તેમણે નાણાકીય વિભાગને ગયા વર્ષે મે મહિનામાં ચક્રવાત અમ્ફાનની બાદ બનાવવામાં આવેલા પુલો અને રસ્તાઓને થયેલા નુકસાનની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
બંગાળ અને ઓડિશામાં વાવાઝોડાને કારણે 21 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. ઘરો તૂટી જવાને કારણે 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તેમાંથી 3 ઓડિશા અને એક બંગાળનું છે. પૂર્વ મેદિનીપુર જિલ્લાના દિધા, શંકરપુર, મંદારામની દક્ષિણ 24 પરગણાં જિલ્લા બાદ બકખાલી, સંદેશખાલી, સાગર, ફ્રેઝરગંજ, સુંદરવન, વગેરે સહિત સમગ્ર બંગાળમાં 3 લાખ લોકોનાં ઘર આ વાવાઝોડામાં તબાહ થયાં. 134 ડેમ તૂટી ગયા છે, જેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.