સુરત સહિત રાજ્યમાં લગ્ન ઇચ્છુક યુવકોને ફસાવીને તેઓના રૂપિયા લઇ લગ્ન કરાવ્યા બાદ લૂંટેરી દુલ્હનો દાગીના સહિતના મુદામાલ લૂંટીને પલાયન થઇ જવાની ઘટનાઓ વચ્ચે શહેરના નિકોલ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં સુરતના એક યુવાન ને લૂંટરી દુલ્હન હાથમાં આવી ગઈ છે. ત્યારે લૂંટરી પત્ની ઠગાઈ કરીને ફરાર થઇ જતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને આ અંગે ગુનો દાખલ કરી આરોપીને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે.
જો કે આ ‘છોકરીવાળા ગરીબ ઘરના હોવાનું જણાવ્યું હતું. અને આ છોકરીના પિતાનો પહેલેથી જ સ્વર્ગવાસ થઇ ગયો હોવાનું જણાવ્યું હતું છે. એટલા માટે તમારે આ લગ્ન કરતા પહેલા છોકરીની થોડી મદદ કરવી પડશે.. જો કે એકબાજુ આ આ 30 વર્ષના થયેલા સુનિલનું ક્યાંય ગોઠવાતું નહોતું. તેવામાં ડિસેમ્બર 2020માં સુનિલના કૌટુંબિક બનેવી શિવજી વૈષ્ણવે એક છોકરી માટે વાત કરી હતી. રાજસ્થાન રહેતા શિવજીએ છોકરી ઈન્દૌરની હોવાનું જણાવ્યું હતું અને તેઓ સુનિલને લઈને ઉજ્જૈન તેને જોવા માટે પણ ગયા હતા.
સુનિલ વૈષ્ણવ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહે છે. અને એક પ્રાઈવેટ કંપનીના વેરહાઉસમાં કામ કરે છે. ત્યારે ‘માંડ આ યુવકના લગ્ન નું ગોઠવાતા તેને થનારી પત્નીને લગ્નના ખર્ચા માટે આર્થિક મદદ કરવાની ના પાડી નહતી. પરંતુ તેને ખબર નહતી કે આ એક લૂંટરી દુલ્હન છે. જો કે સુનિલ સાથે મુલાકાત દરમિયાન આ છોકરીએ તેનું નામ શિવાની જણાવ્યું હતું. ત્યારે આ દરમિયાન તેમને એકબીજાને પસંદ પણ કરી લીધા હતા. ત્યારબાદ તેમના લગ્નની વાત આગળ વધારવામાં આવી. ત્યારે આ માટે સુનિલના બનેવી શિવજીના મિત્ર છોટુજીએ કહ્યું હતું કે શિવાની ખૂબ જ ગરીબ ઘરની છે. તેના પિતા પણ નથી, એટલા માટે તમારે આ છોકરીના લગ્ન કરવા માટે થોડી સહાય કરવી પડશે. જો કે સુનિલના બીજા ક્યાંય લગ્ન ન થતા તેને આ સહાય કરવા માટે હા પાડી દીધી હતી.
ત્યારબાદ સુનિલે શિવાનીના ભાઈ વિજયના ખાતામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી 2.40 લાખ રુપિયા તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. જો કે આ પૈસા આપ્યા બાદ બંને ના લગ્ન નક્કી કરી દીધા હતા. ત્યારબાદ આ બંનેના પરિવારજનો ઉજ્જૈનના એક મંદિરમાં લગ્ન કરવા જતા ત્યાં મહારાજ ના હોવાથી લગ્ન ના કર્યા. ત્યારબાદ સુનિલ અને શિવાનીના અજમેર લગ્ન કર્યા હતા. ત્યારબાદ સુનિલ તેની પત્ની શિવાનીને સુરત લઈને આવ્યો હતો. જ્યાં તેને શિવાનીની માતા લક્ષ્ણી અને અન્ય બે મહિલા શિવાનીને તેડવા માટે આવી હતી. ત્યારે સુનિલે શિવાનીને તેની માતા સાથે મોકલી દીધી હતી અને પાંચ દિવસ બાદ સુનિલને તેડવા આવા તેની માતાએ કહ્યું હતું. જયારે શિવાની તેની માતા સાથે જતી રહી ત્યારબાદ તેને સુનિલના ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ સુનિલ સીધો ઈન્દૌર પહોંચી ગયો હતો. જોકે, ત્યાં જઈ તેણે જોયું તો ઘર બંધ હતું, અને શિવાની કે તેના પરિવારજનોનો ના કોઈ સમાચાર નહોતો. ત્યારબાદ સુનિલને છેતરપિંડી નો અહેસાસ થતા તેને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે આ રીતે રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી લૂંટેરી દુલ્હનની વધતી જતી ઘટનાઓથી પોલીસતંત્ર એલર્ટ થઇ ગયું છે. આવી ટોળકીઓને શોધવામાં લાગી ગઈ છે. જેમાં આ રીતે લગ્ન કરવા ઇચ્છુક યુવકોને લૂંટી લેવામાં આવે છે.