સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ બિલ્ડિંગના 8મા માળે ફસાયેલા બાળકને બચાવતો જોવા મળી રહ્યો છે. વીડિયો કઝાકિસ્તાનનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બિલ્ડિંગની બારી પર એક નાના બાળકને ઝૂલતા જોઈને વ્યક્તિએ બાળકને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. બાળકને બચાવનાર વ્યક્તિની ઓળખ 37 વર્ષીય સબિત શોંટકાબેવ તરીકે થઈ છે.
વીડિયો વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તમામ લોકો સબિતના વખાણ કરી રહ્યા છે.સ્થળ પર હાજર એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો શેર કર્યો છે. વીડિયોની સાથેના કેપ્શન પર લખવામાં આવ્યું છે કે સબિત એક મિત્ર સાથે જઈ રહ્યો હતો, જ્યારે તેણે બિલ્ડિંગની પાસે ભીડ જોઈ તો હંગામો મચી ગયો. ત્યારપછી તેણે એક ઈમારતના 8મા માળની બારી પર એક બાળક લટકતું જોયું, તે ઝડપથી સાતમા માળે પહોંચી ગયો અને બાળકને બચાવ્યો.
(Kazakhstan): Sabit Shontakbaev was walking with a friend yesterday when he saw a dangling toddler holding on for her life from a window on the 8th floor of a building. Immediately Sabit rushed into the building & ran up, getting access to the apt. below.pic.twitter.com/klmjWgFIXc
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) May 12, 2022
વિડિયોમાં તે ત્રણ વર્ષની બાળકીને કોઈ પણ સંકોચ કે હેલ્મેટ વગર બચાવવા બારીમાંથી બહાર નીકળતો જોવા મળે છે.દેશના ઈમરજન્સી સિચ્યુએશન્સ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પર લખ્યું કે સવારે લગભગ 10 વાગ્યે તેમને માહિતી મળી કે નૂર-સુલતાનની દલા સ્ટ્રીટ પર એક બિલ્ડિંગની બારીમાંથી એક બાળક લટકી રહ્યું છે. આ પછી સાત જવાનો અને સાધનોના બે યુનિટને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. ત્યાં પહોંચીને ખબર પડી કે આઠમા માળે લટકતા બાળકને એક વ્યક્તિએ બચાવી લીધું હતું.