EntertainmentIndiaNews

ગાયને પકોડી ખવડાવી રહ્યો હતો વ્યક્તિ, સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો વીડિયો, લોકોએ કહ્યું – ‘દિલવાલે અંકલ’ – જુઓ Video

આપણા દેશ અને સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે, જેને આપણે ગૌમાતા પણ કહીએ છીએ. પરંતુ શું રસ્તા પર ફરતી ગાયો વિશે પણ આપણે એવું જ વિચારીએ છીએ? ઘણીવાર એવું જોવા મળે છે કે રસ્તા પર રખડતી ગાયો જમીન પર પડેલો કચરો અથવા પ્લાસ્ટિક થેલી ખાતી રહે છે. જેના કારણે ઘણી વાર તેનું મોત પણ થઇ જાય છે. આપણે સમાચારમાં જોઈએ છે કે પશુચિકિત્સકોના ડોકટરો દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં, ગાયના પેટમાંથી ઘણા કિલોની પ્લાસ્ટિકની થેલી અથવા કચરો બહાર કાઢવામાં આવે છે. આ બધું જોયા પછી કદાચ કોઈને ગાય પ્રત્યે દયા આવે. જો કે, કેટલાક લોકો તેમના ઘરોનો વાસી અને બાકી વધેલો ખોરાક ગાયને ખવડાવી દે છે. પરંતુ કેટલાક લોકો તેનાથી ઘણા અલગ હોય છે. કેટલાક લોકો ગાયોને માતાની જેમ સમાન દરજ્જો આપે છે ના તો તેમને રખડતાં પ્રાણીઓ સમજીને તેમની ધિક્કાર કરે છે.

સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક માણસ રસ્તા પર ફરતી ગાય અને એક વાછરડાને પકોડી ખવડાવી રહ્યો છે. વિડિયો ઘણો જ હૃદયસ્પર્શી છે. પકોડીની દુકાન પર ઉભો માણસ દુકાનદાર પાસેથી પકોડી લઈને સીધો ગાયના મોંમાં ખવડાવી રહ્યો છે. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર આવતાની સાથે જ ઘણો વાયરલ થઈ ગયો. આ વીડિયો લખનઉની રેડ હિલ કોન્વેન્ટ સ્કૂલની નજીકનો છે. લોકો આ વિડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

જુઓ Video:

 

View this post on Instagram

 

A post shared by sree130920 (@sree130920)

આ વીડિયોને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર Sree130920 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વિડિયોને હજારોથી વધુ લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે.જયારે, આ વિડિયો લગભગ લાખો વખત જોવામાં આવ્યો છે. વિડિયો પર યુઝર હજારો કોમેન્ટ કરી તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે, તેમાંથી એક વ્યકતિએ પકોડી ખવડાવનાર કાકાને લખ્યું, ‘રિયલ હીરો છો તમે’ આ ઉપરાંત એક યુઝરે તેમને, ‘દિલવાલે અંકલ’ નું બિરુદ પણ આપ્યું છે. આ ઉપરાંત, અન્ય યુઝર પકોડી ખવડાવનાર કાકાની પ્રશંસા કરતા થાકતા નથી અને તેમના માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે. આજના સમય ને જોતા આ વિડિયો ખરેખર હૃદયસ્પર્શી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker