ઑનલાઇન છેતરપિંડીના ઘણા કેસો સામે આવ્યા છે, જેમાં એવું જોવા મળ્યું હતું કે કેટલાક લોકોએ ઑનલાઇન ફોન ખરીદ્યો હતો પરંતુ જ્યારે તેમનો માલ પહોંચાડવામાં આવે છે ત્યારે બોક્સ માંથી કાં તો પત્થરની બહાર નીકળ્યો અથવા કંઈક ભારે વસ્તુ. પરંતુ યુનાઇટેડ કિંગડમમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં માણસે સફરજનનો ઓર્ડર આપ્યો હતો અને ડિલિવરી સમયે તેને આઇફોન એસ.ઈ મળ્યો.
એક અંગ્રેજી મીડિયા અનુસાર, યુકેમાં રહેતા 50 વર્ષીય નિક જેમ્સે ઑનલાઇન કરિયાણા વેબસાઇટ ટેસ્કો પરથી એક કિલો સફરજન મંગાવ્યા હતા. ત્યારબાદ નિક ઘરની પાસેના સ્થાનિક સ્ટોર પર તેનો સામાન લેવા ગયો. ત્યારે, નિકને કહેવામાં આવ્યું હતું કે તેના સામાન સાથે એક સરપ્રાઈઝ બોક્સ પણ છે. જ્યારે જેમ્સે આ બોક્સ ખોલ્યું, ત્યારે આઇફોન એસઈ તેમાંથી બહાર નીકળ્યો.
A big thanks this week to @Tesco & @tescomobile. On Wednesday evening we went to pick up our click and collect order and had a little surprise in there – an Apple iPhone SE. Apparently we ordered apples and randomly got an apple iphone! Made my sons week! 😁 #tesco #substitute pic.twitter.com/Mo8rZoAUwD
— Nick James (@TreedomTW1) April 10, 2021
નિકને બોક્સ ખોલતા જ જે આનંદ થયો, તેનો કોઈ પાર ન હતો. જેમ્સે ટ્વિટર પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. નિક જેમ્સે લખ્યું કે અમે એક કિલો સફરજનનો ઓર્ડર આપ્યો હતો અને બદલામાં અમને એક એપલ આઇફોન મળ્યો. તેને મારા પુત્રનો દિવસ બનાવી દીધો છે. નિક સાથે સૌથી સારી વાત એ હતી કે તેના ઓર્ડર સાથે સફરજન પણ મળ્યા હતા. એટલે કે, તેની સાથે કોઈ છેતરપિંડી થઈ ન હતી.
કેમ મળ્યો આઇફોન ?
નિકે એક અંગ્રેજી અખબારને કહ્યું કે મને લાગ્યું કે તે સરપ્રાઈઝ ઇસ્ટર એગ અથવા કંઈક બીજું હોઈ શકે છે, પરંતુ જ્યારે મેં બોક્સ ખોલ્યું ત્યારે મને આશ્ચર્ય થયું. જણાવી દઈએ કે આ બોક્સ એક પ્રમોશનલ ઝુંબેશનો એક ભાગ છે. કંપની તેના ગ્રાહકોને વિવિધ ભેટો આપી રહી છે. અન્ય ગ્રાહકોને પણ ઘણી ભેટો મળી. કેટલાકને ફિટનેસ બેન્ડ મળ્યા તો કેટલાકને વાયરલેસ ઇયરબડ્સ મળ્યા.