ગજબ!! ફ્લાઈટ મિસ થઈ ગઈ તો વ્યક્તિ વિમાન પાછળ પર દોડવા લાગ્યો🤣🤣

લંડનઃ રસ્તા પર બસ પકડવા માટે તેની પાછળ દોડતા યાત્રી અને રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા માટે પાછળ દોડતા યાત્રીઓ તો તમે ઘણીવાર જોયા હશે. પરંતુ શું તેમ ક્યારેય એરપોર્ટના રન વે પર દોડતા પ્લેનનો પીછો કરતા કોઈ વ્યક્તિ વિશે સાંભળ્યું છે? સાંભળવામાં આ થોડું વિચિત્ર લાગી શકે પરંતુ આવી હરકત આયરલેન્ડના ડબલિન એરપોર્ટ પર એક શખસે કરી.

હકીકતમા તે શખસની ફ્લાઈટ મિસ થઈ ગઈ તો તે એરપોર્ટ પર બેસવાના બગલે પ્લેનની પાછળ-પાછળ દોડવા લાગ્યો. આ વ્યક્તિનો મગજનો સ્ક્રૂ ઢીલો હોઈ શકે છે અથવા તો પછી તેને ખરેખર તે પ્લેનમાં બેસવાની ઈચ્છા હોઈ શકે છે, આ તો તે પોતે જ જણાવી શકે છે. જોકે આ વ્યક્તિ વિમાનમાં તો ન બેસી શક્યો પરંતુ તેને જેલની હવા ખાવી પડી.

ડબલિન એરપોર્ટ પર ઉપસ્થિત સુરક્ષાકર્મીઓએ જોયું કે ફ્લાઈટ મિસ થવાના કારણે એક શખસ વિમાનની પાછળ દોડવાનું શરૂ કરી દીધું. તેનો હેતૂ વિમાનને હાથ બતાવીને થોભાવી દેવાનો હતો. જોકે વિમાન તો ન રોકાયું પરંતુ તે વ્યક્તિ પોલીસની નજરમાં આવી ગયો અને તેને જેલમાં બંધ કરી દેવાયો. રિપોટ્સ મુજબ યુવકે વિમાનના દરવાજા પર લટકવાનો પ્રયાસ પણ કર્યો હતો.

વિમાને સવારે લગભગ 7 વાગ્યે એમ્સટર્ડમ માટે ઉડાણ ભરી હતી. એરપોર્ટ ઓથોરિટીએ આ વિશે ટ્વિટ કરીને જાણકારી આપતા જણાવ્યું કે એક મહિલા સાથે આવેલો શખસ મોડેથી એરપોર્ટ પહોંચ્યો ત્યાં સુધીમાં પ્લેન ટેક ઓફ કરી ચૂક્યું હતું. આ ગુસ્સામાં તે વિમાનની પાછળ દોડવા લાગ્યો. હાલમાં આ શખસને અદાલતમાં હાજર કરીને જમાનત આપી દેવામાં આવી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here