મુંબઈ: મહારાષ્ટ્ર પોલીસે કેટલાક અંધવિશ્વાસ વિરોધી આંદોલન કાર્યકર્તાઓ વિરુદ્ધ સ્મશાનમાં એક બાળકનો જન્મદિવસ સેલિબ્રિટ કરવા અને માંસ ખાવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવાઈ રહ્યું છે કે, આ અભિયાનના સભ્યોએ સમાજમાં અંધવિશ્વાસ ખતમ કરવા માટે આવું આયોજન કર્યું હતું પણ બાદમાં હિન્દુ સંગઠનોની આપત્તિને લીધે આ બધાની સામે કેસ નોંધવામાં આવ્યો.
આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે પરભની જિલ્લાની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (MANS)અને અન્ય વિરુદ્ધ સ્મશાનમાં જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવા અને માંસ પીરસવાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અનુસાર સમિતિના પંઢરીનાથ શિંદેએ 19 સપ્ટેમ્બરે પોતાના પુત્રો જન્મદિવસ જન્મદિવસ સ્મશાનમાં ઉજવ્યો હતો, જેમાં શિંદેના પરિવારજનો અને દોસ્તોએ હિસ્સો લીધો હતો. અધિકારીએ કહ્યું કે, પુત્રના જન્મદિવસની ઉજવણીમાં શિંદેએ મહેમાનોને માંસ પીરસ્યું હતું. બાદમાં આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પાર્ટી બાદ કેટલાક હિંદુ સંગઠનના લોકોએ ધાર્મિક ભાવના દુભાવવાના આરોપસર તેમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ આ સંગઠનો દ્વારા સ્મશાનની ભૂમિને પવિત્ર કરવા માટે સોમવારે ત્યાં ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
જિંતૂર પોલીસની નિરીક્ષક સોનાજી અમલેએ જણાવ્યું કે, જિંતૂર ભાજપના અધ્યક્ષ વટ્ટમવારે સોમવારે જ આ સંબંધિત એક ફરિયાદ નોંધાવી હતી, જ્યારબાદ પોલીસે IPCની કલમ 295 અંતર્ગત કેસ નોંધી તપાસ શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે, અત્યારે આ FIR પાર્ટીના આયોજક પંઢરીનાથ શિંદેના નામે નોંધવામાં આવી છે, જ્યારે ઘણા અન્ય લોકોની ઓળખ કરવામાં આી રહી છે, જ્યારે કોઈને અરેસ્ટ કરવામાં આવ્યા નથી.