3 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા દાદાને આપી વેક્સીન!, જણાય રહ્યું છે મોટું વેક્સિનેશન કૌભાંડ?

કોરોના વાયરસથી બચવા માટે સૌથી સારો ઉપાય વેક્સીન લગાવવાનો છે. અને સરકાર દ્વારા પણ તેના પર ભાર આપવામાં આવી રહ્યો છે, જેથી આ કોરોના સંક્રમણ જેવી મહામારીથી લોકોને સુરક્ષિત રાખી શકાય. પરંતુ આમ પણ સરકારીઓ અધિકારીઓ દ્વારા કૌભાંડો કરતા હોવાના અનેક કિસ્સો સામે આવી ગયા છે. અને ઘણા એવા કાળાબજારીઓ પણ છે, વેક્સીનના નામે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ત્યારે આજે વેક્સિનેશનને લઈને અજીબ ઘટના સામે સામે આવી છે. જેમાં એક વ્યકતિનું 3 વર્ષ પહેલા મૃત્યુ થઇ ગયું છે જેને પણ વેક્સીન આપી હોવાનું સર્ટિફિકેટ સિર્ટીફીકેટ (certificate) પણ આપી દેવામાં આવ્યું છે. ત્યારે આ ઘટનામાં મોટું કૌભાંડ (Froud) થયું હોય તેમ જણાય રહ્યું છે.

જો કે ઉપલેટામાં પોરબંદર રોડ પર આમ્રપાલી સોસાયટીમાં રહેતા હરદાસભાઇ દેવાયતભાઈ કરંગિયા 3 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. જે આ હરદાસભાઇ કરંગિયા 20 ઓગસ્ટ 2018 ના રોજ અવસાન પામ્યા છે અને ઉપલેટા નગરપાલિકામાં તેની નોંધણી પણ કરવામાં આવી ચુકી છે અને તેનું ડેથ સર્ટી પણ આપી દેવામાં આવ્યું છે. આ અવસાન પામેલા હરદાસભાઇ કરંગિયાને તારીખ 3જી મેં 2021 ના રોજ ઉપલેટાની સુરજવાડીમાં કોવિશિલ્ડની કોરોના રસી આપવામાં આવી હતી અને રસી કાજલબેન સિંધવ નામના આરોગ્ય કર્મચારીએ આપી હોવાનું કોરોના સિર્ટીફીકેટ માં જોવા મળે છે. ત્યારે આના પરથી જાણી શકાય છે કે વૈકસીનેશનની કામગીરીમાં શું ચાલી રહ્યું છે. ત્યારે આવી બાબતો પર સરકારે ધ્યાન આપવું જોઈએ. એક જગ્યા દેશમાં વેક્સીનની અછત થઇ રહી છે તો બીજી બાજુ આ રીતે વેક્સીનનું કૌભાંડ કરીને બારોબાર પધરાવી દેવામાં આવી રહી છે.

આ 3 વર્ષ પહેલા અવસાન પામેલા હરદાસભાઈને 2021માં વેક્સિન આપી દેવામાં આવી જેના કારણે અનેક પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે અને આના કારણે લોકો સરકારની આલોચના કરી રહ્યા છે. અને આ વેક્સિનેશન (vaccination) ની કામગીરીમાં કૌભાંડ થયું હોય તેમ જણાવી રહ્યા છે. જેમાં શું મૃતકના નામે વેક્સિન (vaccine) ની નોંધણી કરીને બચેલી વેક્સીન બારોબાર કાળાબઝારમાં વેચી નખાવામાં આવે છે? શું કોઈ મલદારોને કાળાબજારમાં આવી વેક્સિન લગાવી દેવામાં આવે છે? આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે વગેરે પ્રશ્ન ઉઠી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે એક મૃતકનું ભૂલથી વેક્સિનેશનમાં નામ નોંધાઈ ગયું પરંતુ આ મૃતકને સાક્ષાત અને ફિઝિકલી કેવી રીતે વેક્સીન આપી? તે ક્યારે આવ્યા અને ક્યારે વેક્સીન લઈ ગયા? કે પછી કોઈ અધિકારી કે અન્ય કોઈ કળા કરીને તેના નામે વેક્સીન અપાવીને વધેલી વેક્સીનનો કાળા બજાર કરવામાં ઉપયોગ કર્યો છે? હાલ તો અનેક પ્રશ્નો ઉભા થાય છે. પરંતુ આ મામલે યોગ્ય રીતે ઊંડી તપાસ કરવામાં આવે તો આ અંગે વધુ જાણકારી બહાર આવી શકે છે.

Scroll to Top