માણસના વેશમાં રાક્ષસ! 4 છરીઓ વડે પત્ની પર 300 વાર કર્યો હુમલો

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

એક વ્યક્તિએ તેની પોતાની પત્નીને એટલી નિર્દયતાથી મારી કે તેની કૂરતા પર કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી. અદાલતમાં આ વ્યક્તિની પુત્રીએ તેના પિતાને હૈવાન કહ્યો અને કહ્યું કે તેણે મારી માતાના ચહેરા પર 300 વખત હુમલો કર્યો છે.

ખરેખર, આ કેસ બ્રિટનના લિવરપૂલનો છે. ‘ધ સન’ ના એક અહેવાલ મુજબ, જ્યોર્જ લેધર સોલ્ટ નામના વ્યક્તિએ તેની પત્નીના ચહેરા પર ચાર છરીઓથી 300 વાર હુમલો કર્યો હતો. ઘટના બાદ દોષીની પુત્રીએ તેને પિતા તરીકે સ્વીકારવાની ના પાડી હતી.

અહેવાલ મુજબ આ 60 વર્ષીય આરોપીને શંકા હતી કે તેની પત્નીનું અન્ય કોઈ વ્યક્તિ સાથે અફેર હતું. આ મહિલા 3 બાળકોની માતા હતી અને 56 વર્ષની હતી. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે દોષી જ્યોર્જે પોતાનો ગુનો કબૂલ કર્યો છે.

દોષિતે અદાલતને જણાવ્યું હતું કે તેણે આ ઘટનાને 16 નવેમ્બર 2020 ના રોજ અંજામ આપ્યો હતો. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કહ્યું કે તે ખૂબ જ બર્બરતાનો મામલો છે. તેની જેટલઈ નિંદા કરવામાં આવશે તેટલઈ ઓછી છે. આરોપીએ તેની પત્નીને ખૂબ જ પીડાદાયક મૃત્યુ આપ્યું છે.

મહિલાને યાદ કરતાં તેની પુત્રીએ કહ્યું કે મારી માતાનું જીવન આ માણસ એ બગાડી નાખ્યું હતું. દરરોજ તે મારી માતાને હેરાન કરતો હતો. મારી માતાની હત્યા કરતી વખતે પણ તેને દુઃખ થયું નહીં. માતાનો મૃતદેહ ઘરમાં પડેલો હતો, અમે બધા રડી પડ્યા હતા અને જ્યોર્જ બાથરૂમમાં આરામથી સ્નાન કરી રહ્યો હતો.

કોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે 20 વર્ષથી વધુ સમયથી તેની પત્ની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો. અંતે, વ્યક્તિએ પત્ની પર ત્રાસ આપવાની હદ વટાવી હતી અને પત્નીને છરીથી 300 વાર હુમલો કરીને હત્યા કરી દીધી.

દોશીએ આ બધું તેના બાળકોની સામે કર્યું. તેને શંકા છે કે તેની પત્ની કોઈ બીજા સાથે સંપર્કમાં છે. હાલ શુક્રવારે તેને આજીવન કેદની સજા ફટકારી છે. તે પણ આદેશ આપ્યો છે કે 18 વર્ષ પહેલાં દોષિ પેરોલ પર જેલની બહાર આવી શકશે નહિ.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો