ખોટના ખાડામાં ઉતરી ગયેલી ભારત સરકારની ટેલિકોમ કંપની BSNLભારત સંચાર નિગમ લિમિટેડ ના કારણે એક લાખ લોકોની રોજગારી પર સંકટ આવી ગયુ છે.અને નુક્સાનમાં ચાલી રહેલી દેશની સૌથી મોટી સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ BSNL હવે 70થી 80 હજાર કર્મચારીઓને વોલન્ટરી રિટાયરમેન્ટ આપવાની તૈયારી કરી રહ્યું છે.
BSNLને સપોર્ટ સર્વિસ અથવા તો વિવિધ મટિરિયલ પુરુ પાડતી સંખ્યાબંધ કંપનીઓને BSNL દ્વારા 20000 કરોડ રૂપિયાનુ પેમેન્ટ ચુકવવાનુ બાકી છે. BSNLપોતે જ ખોટના ખાડામાં ઉતરી ચુકી હોવાથી આ કંપનીઓને પેમેન્ટ માટે ફાંફા પડી રહ્યા છે.નાણાકીય વર્ષ 2018-19માં કંપનીના કર્મચારીઓ પર 14,492 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.જે ખૂનજ મોટો છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે,કંપની ઓક્ટોબર મહિનામાં કર્મચારીઓની પગાર આપવામાં પણ નિષ્ફળ રહી છે.
આ સંજોગોમાં BSNL પર આધારીત બીજી કંપનીઓ હવે ખર્ચા ઘટાડવા માટે કર્મચારીઓને છુટા કરવા માટે વિવિશ બની છે. એવી આશંકા છે કે, આ કંપનીઓમાં દર બે માંથી એક કર્મચારીની છટણી થઈ શકી છે.આમ દેશની સૌથી મોટો ટેલિકોમ કંપની ખોટના ખાડામાં ચાલી રહી છે. જેથી પેમેન્ટ ચુકવવા માટે મોદી સરકારમાં બેઠેલા અધિકારીઓએ પણ વારંવાર પ્રયત્નો કર્યા છે.
આમ છતા કંપનીઓને પૈસા મળી રહ્યા નથી.આ સંજોગોમાં જેમની વગર કામ ચાલી શકે તેમ છે તેવા કર્મચારીઓને કંપનીઓ છુટા કરવા માંગે છે.આવા કર્મચારીઓની સંખ્યા લગભગ એક લાખ જેટલી થઈ શકે છે તેવુ અનુમાન છે.અને BSNL એક લાખ જેટલા સરકારી કર્મચારીઓને ઘરભેગા કરી શેકે છે.