વર્ષો પછી મંદિરા બેદીએ કર્યો ખુલાસો, ક્રિકેટરો તેની સાથે કરતા હતા આવો વ્યવહાર…

બોલિવૂડ અભિનેત્રી અને સ્પોર્ટ્સ એન્કર મંદિરા બેદીએ વર્ષો પછી હવે આ વાતનો ખુલાસો કર્યો છે કે, જ્યારે તેણે ક્રિકેટર ટૂર્નામેન્ટનું એન્કરિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે ક્રિકેટરો તેની સાથે કેવો વ્યવહાર કરતા હતા. અભિનેત્રીએ કહ્યું કે ક્રિકેટરો તેને અપમાનિત કરતા હતા, જ્યારે તે સવાલ કરતી હતી ત્યારે તેઓ તેની સામે ઘૂરીને જોતા કે એ કેવી રીતે એમને સવાલ કરી શકે છે. અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે ક્રિકેટરોના આ વર્તનને કારણે તે ઘણી વખત ડર અનુભવતી હતી, પરંતુ તે સમયે તે જે ચેનલ માટે કામ કરતી હતી તેણે અભિનેત્રીને ખૂબ સપોર્ટ કર્યો હતો.

મંદિરાએ 2003 અને 2007માં ICC ક્રિકેટ વર્લ્ડ કપ, 2004 અને 2006માં ચેમ્પિયન્સ ટ્રોફી અને ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 2 માટે એન્કરિંગ કર્યું છે. મંદિરા એ ગણતરીની મહિલાઓમાંની એક હતી જેણે અગાઉ ટીવી પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi (@mandirabedi)


એક વાતચીતમાં મંદિરાએ કહ્યું, ‘મને કહેવામાં આવ્યું હતું કે તે સમયે તમારા મનમાં જે પણ પ્રશ્ન આવે, તમારે ખુલીને પૂછવા જોઈએ, મને આ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. અલબત્ત, ઘણા ક્રિકેટરો મારી સામે જોતા હતા, ‘આ શું પૂછે છે, શા માટે આવું પૂછે છે’. તે લોકો જે જવાબ આપવા માંગતા હતા તે જ જવાબ આપતા હતા, તેને મારા પ્રશ્ન સાથે કોઈ લેવાદેવા હોતું ન હતું. આ બધું ખૂબ ડરામણું લાગે છે, પરંતુ ચેનલે મને ભરોસો અપાવ્યો. 150-200 મહિલાઓમાંથી મને પસંદ કરી હતી, એ લોકોએ મને ઘણો સાથ આપ્યો. તેમણે મને કહ્યું કે અમે તમને એટલા માટે પસંદ કર્યા છે કારણ કે તમારામાં એ વસ્તુ છે કે તમે ટકી શકો છો, તેથી આગળ વધો અને તમારી જાતને એન્જોય કરો.’

“શરૂઆતમાં કોઈએ મને સ્વીકારી ન હતો, માત્ર પેનલ પર બેઠેલા લોકો જ નહીં. હવે હું એવા તમામ ભૂતપૂર્વ ક્રિકેટરોની મિત્ર છું જેમની સાથે મેં ભૂતકાળમાં કામ કર્યું હતું, પરંતુ તેમને પણ તે પસંદ નહોતું. તેમને એ પણ પસંદ ન હતું કે સાડી પહેરેલી મહિલા ક્રિકેટમાં વાત કરી રહી હોય. હું એવા લોકોમાંથી એક હતી જે ક્રિકેટ વિશે બહુ નજીકથી જાણતા ન હતા.’

Scroll to Top