મર્ડર મિસ્ટ્રી સિરીઝમાં પોલીસના રોલમાં જોવા મળશે મંદિરા બેદી

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

મંદિરા બેદી ટૂંક સમયમાં જ તેમની આગામી મર્ડર મિસ્ટ્રી સિરીઝમાં એક પોલીસઅધિકારીની ભૂમિકા નિભાવતી જોવા મળશે. મંદિરા બેદીએ પોતે આ આગામી પ્રોજેક્ટ વિશેજણાવ્યું છે.

તેમના પાત્ર વિશે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે, હું રૂહાનાધુલપનું પાત્ર નિભાવી રહી છું, જે એક તીવ્ર અને તેજસ્વી પોલીસ અધિકારી છે. તેમની કહાની એક યુવાન ઉદ્યોગપતિનીહત્યાની આજુબાજુ ફરે છે, જે એક ખૂબ જજટિલ કેસ છે.” તે તેને હલ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે.”

તેમણે આગળ જણવ્યું છે કે, “આ અગાઉ પણ હું પોલીસ અધિકારીની ભૂમિકામાં પણ કામ કરી ચુકી છું, પરંતુરુહાનાનું પાત્ર અલગ છે અને મે તેનો આનંદ પણ માણ્યો છે. તેમને સવાલ કરવા અને કેસનેહલ કરવાની પોતાની અલગ જ રીત છે. હું આ સીરીઝને લઈને ઘણી ઉત્સાહિત છુ.

શોના શીર્ષક અને અન્ય વિશિષ્ટતાઓ હજુ પણ કામ ચાલી રહ્યું છે. આ સિરીઝમાંમંદિરા ઉપરાંત સિદ મક્કર, દીપાનિનતાશર્મા અને નૌહિદ સાઈરસી પણ જોવા મળશે. આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવામાંઆવશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો