પોલીસને ફોન કરીને કહ્યું – મંગેતર સાથે થઇ છે બબાલ, અડધા કલાકમાં મરીશ, પછી થયું કઇંક આવું..

મુંબઈથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક વ્યક્તિએ પોલીસને ફોન કર્યો અને કહ્યું કે, મારો ઝઘડો મારી મંગેતર સાથે થયો છે અને અડધા કલાકમાં હું મારો જીવ આપી દઈશ. આ પછી, પોલીસની ટીમ ઝડપથી અડધા કલાક પહેલા તે માણસ પાસે પહોંચી ગઈ. આ પછી તે વ્યક્તિએ કહ્યું કે હવે મારો મૂડ બદલાઈ ગયો છે અને હું મારો જીવ નહીં આપું. આ વિચિત્ર કિસ્સો જોઈને પોલીસ અધિકારીઓ ચોંકી ગયા.

ખરેખર, આ કેસ મુંબઈના કાંદિવલી વિસ્તારનો છે. પીટીઆઈના એક રિપોર્ટ મુજબ, અહીં રહેતા એક વ્યક્તિએ ગુરુવારે પોલીસને ફોન કરીને કહ્યું કે તે તેની મંગેતર સાથેના વિવાદને કારણે તે આત્મહત્યા કરવાનો છે. એક અધિકારીએ જણાવ્યું કે, કાંદિવલીના રહેવાસી દિનેશ ગુપ્તાએ સવારે લગભગ 11 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને કહ્યું કે તે અડધા કલાકની અંદર પોતાનું જીવન સમાપ્ત કરવા જઈ રહ્યો છે. તેમની વચ્ચે કાંઈ પણ બરાબર ચાલી રહ્યું નથી.

આ પછી ઉચ્ચ અધિકારીઓ સક્રિય થઇ ગયા અને લગભગ 15 કર્મચારીઓએ તાત્કાલિક હરકતમાં આવી ગયા અને તેમના કેસની તપાસ કરવામાં લાગી ગયા. કેટલાક અન્ય કર્મચારીઓ સ્થળ પર પહોંચીને દિનેશના ઘરને શોધવા લાગ્યા. આખરે એક ડઝન જેટલા પોલીસ કર્મચારીઓ તેના ઘરે પહોંચ્યા અને તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. આના પર દિનેશે કહ્યું કે તેણે હવે તેનો મૂડ બદલી નાખ્યો છે અને તે પોતાનો જીવ નહીં આપે.

કાંદિવલી પોલીસ સ્ટેશનના નિરીક્ષક વિજય કંડારગાંવકરે જણાવ્યું હતું કે તેમણે ફોન કરીને આ બધું જણાવ્યું હતું. આ પછી સૂચના આપવામાં આવી કે તેને શોધી કાઢીને તેની કાઉન્સેલિંગ કરવામાં આવે. આ પછી થોડીવારમાં જ અધિકારીઓ તેના નિવાસસ્થાને પહોંચી ગયા. ઘરે પહોંચતા તેને પોલીસ અધિકારીઓને કહ્યું કે તેને તેની મંગેતર સાથે તેનો વિવાદ ઉકેલી લીધો છે અને તે હવે આવું કરવા જઈ રહ્યો નથી.

કંદરગાંવકરે કહ્યું કે બે પોલીસ સ્ટેશનના લગભગ એક ડઝનથી વધુ અધિકારીઓ દિનેશ ગુપ્તાના ઘરે પહોંચ્યા અને તેમની સાથે વાત કરી. દિનેશે કહ્યું કે હવે તે તેના કામના સ્થળે જઈ રહ્યો છે અને તેને તેની ચિંતા કરવાની જરૂર નથી. જો કે, અધિકારીએ એમ પણ જણાવ્યું કે પોલીસે કહ્યું કે પોલીસ સ્ટેશનના એક રેકોર્ડમાં આ ઘટનાની વિગતો લખી દેવામાં આવી છે.

Scroll to Top