રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવતાં અને કેરીનો પાક ખરી પડતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જીલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે ખેતીમાં વ્યાપક નુકશાન થયું છે. બે દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વિનાશ વેરનાર તૌકતે વાવાઝોડા સાથે વરસેલા ભારે વરસાદે વડોદરા જિલ્લામાં ઉનાળુ પાક, બાજરી તેમજ બાગાયતી પાક, કેરી અને કેળના પાકને વ્યાપક નુકશાન પહોંચાડ્યું છે. જે આંબા, કેળાં અને બાગાયતી પાકોને મોટું નુકશાન થયું છે. ત્યારે સરકાર દ્રારા યોગ્ય રીતે વહેલી તકે સર્વે કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. ત્યારે ઘણા ખેતરોમાં ઉભો પાક બાજરી,પપૈયા,જાર સહિત વરસાદ અને વાવાજોડાના પગલે જમીનદોસ્ત થયા હોવાના અહેવાલ સાંપડયો હતો અને ખેતીપાકને વ્યાપક નુકશાન થતાં ખેડૂતોમાં નિરાશા સાથે દયનીય સ્થિતિ જોવા મળી રહી હતી.
આંબાવાડીમાં કેરીઓ ટપાટપ પડી ગઇ છે. જ્યારે ચીકું, કેળ અને પપૈયાના ઘણા ઝાડ પડી ગયાં છે. જેના કારણે ખેડૂતો પાયમાલ થયાં છે. ત્યારે બીજી તરફ આજે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાના બીજા દિવસે જમીન પર ખરી પડેલી 17130 ટન કેરી વેચવા માટે ખેડૂતોએ એપીએમસી માર્કેટ અને મંડળીઓમાં લાઈન લગાવી જોવા મળી હતી.
જો કે વાવાઝોડા પહેલાં જે હાફુસ અને કેસરનો ભાવ ખેડૂતોને 1100 થી 1400 રૂપિયા મણ મળતો હતો એ હવે વાવાઝોડા બાદ 200 થી 400 રૂપિયા મણ મળતાં ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. જેના કારણે ખેડૂતોમાં નિરાશા સાથે દયનીય સ્થિતિ જોવા મળી રહી હતી.
સુરત જિલ્લામાં 3063 હેકટર જમીન પર કેરીનો પાક તૈયાર થયો હતો. જે વાવાઝોડાને કારણે કેરી ખરી પડતાં બીજા દિવસે ખેડૂતોએ એપીએમસી માર્કેટમાં વેચવા માટે લાઈન લગાવી હતી. સુરતમાં વાવાઝોડામાં પડી ગયેલ કેરીઓ વેચવા માટે એપીએમસી માર્કેટમાં અંદાજિત 8 હજાર ટન કેરી વેચાવા માટે ખેડૂતોએ લાઈનો લગાવી દીધી હતી. જિલ્લામાં 1100 થી 1400 ના ભાવે વેચાતી કેસર કેરી ગઈકાલે 100 રૂપિયાના ભાવે વેચાઈ હતી.
નવસારી જિલ્લામાં વાવાઝોડા પહેલાં કેસર અને હાફુસનો ભાવ રૂ. 1500 થી 2000 મણ હતો, જે ગઈકાલે 200 થી 800 રૂપિયાના ભાવે વેચાઈ હતી.
વલસાડ જિલ્લામાં વાવાઝોડા પહેલાં કેસર અને હાફુસનો ભાવ રૂ. 1200 રૂપિયે મણ હતો, જે ગઈકાલે 300 રૂપિયાના ભાવે વેચાઈ હતી. જે વલસાડમાં જમીન પર ખરી પડેલી 7130 ટન કેરી છેલ્લા 2 દિવસમાં પારડી, ઉદવાડા, ધરમપુર, નાનાપોંઢા, ભીલાડ, વલસાડ સહિતની એપીએમસીમાં ઠલવાઈ છે.
રાજ્યમાં બરોબર કેરીની સીઝન શરૂ થઈને એકાએક વાવાઝોડું આવી જતા કેરીના પાકને ભારે નુક્સાન કર્યું છે. પરંતુ હવે આંબા પર જે પણ કેરી બાકી રહી ગઈ છે તેના તેમને સારા ભાવ મળી શકે છે. ત્યારે હવે સરકાર દ્વારા રાજ્યમાં થયેલ આ પાકના નુકસાનનો સરવે કરવામાં આવશે. જે મળતી મ,માહિતી મુજબ હાલમાં જિલ્લાના ઓલપાડ, માંગરોળ, પલસાણા, ઉમરપાડા, બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા તાલુકામાં ડાંગર અને બાગાયતના પાક મળીને જિલ્લામાં 200 કરોડથી વધુનું નુકસાન થયું છે.
જિલ્લામાં તૌકતે ચક્રવાત સાથે સરેરાશ અડધો ઇંચથી 3 ઇંચ જેટલો ભારે વરસાદ થતાં ઉનાળુ પાક બાજરીને પણ વ્યાપક નુકશાન થયું છે. જો કે ખેડૂતો ઉનાળુ પાક બાજરી લણવાની તૈયારીમાં જ હતા. ત્યાં તૌકતે ચક્રવાત સાથે વરસેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને બાજરી વગર રહેવાનો વખત આવ્યો છે.