બ્લેક ફંગસની સારવાર માટે વપરાતા ઇન્જેક્શનને લઈને કેન્દ્રીય મંત્રી મનુસખ માંડવિયાએ કરી મોટી જાહેરાત

દેશમાં કોરોના મહામારીની વચ્ચે હવે બ્લેક ફંગસની બીમારીએ કાળો કહેર વર્તાવી રહી છે. જેના કારણે દેશના દરેક રાજ્યોને બ્લેક ફંગસની દવાઓ અને ઇન્જેક્શનનો જરૂરિયાત ખુબ વધી ગઈ છે. પરંતુ દેશમાં પુરતા પ્રમાણમાં ઇન્જેક્શન અને દવાઓ ન હોવાના કારણે કેટલાય દર્દીઓના જીવ જઈ રહ્યા છે. જેના કારણે મોતનો આંકડો પણ પ્રતિદિવસ વધી રહ્યો છે. આ બાબતમાં કેન્દ્રીય મંત્રી મનુસખ માંડવિયા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી મનુસખ માંડવિયાએ જણાવ્યું છે કે, બ્લેગ ફંગસ માટેની સારવાર માટેના એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનને લઇને મોટી જાહેરાત કરતા કહ્યું કે, તેનો મોટો જથ્થો ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી છે. મંત્રી માંડવિયાએ જણાવ્યું કે, આગામી મહિના સુધીમાં દેશમાં એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનની લગભગ 15 લાખ શીશીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નોંધનીય છે કે, દેશમાં બ્લેક ફંગસના કહેરને જોતા કેન્દ્ર સરકાર દ્વારા સતત મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી મનુસખ માંડવિયાએ જણાવ્યું છે કે, બ્લેક ફંગસ દવાના ઉત્પાદનની ક્ષમતાને ત્રણ લાખથી વધારીને હવે પ્રતિ દિવસ સાત લાખ કરવામાં આવી છે. બ્લેક ફંગસની દવાની શીશીઓનુ મોટા પ્રમાણમાં આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે કોઈ દર્દીઓને જીવ ગુમાવવાનો વારો ન આવે.

આ સિવાય તેમણે જણાવ્યું છે કે, અત્યારે છ કંપનીઓ દ્વારા આ દવા બનાવવામાં આવે છે, જ્યારે આ સિવાય પાંચ બીજી કંપનીઓને આ દવા બનાવવાની પરમીશન આપવામાં આવી છે. તાજેતરની કંપનીઓએ પણ ઉત્પાદન વધારવાનુ શરૂ કર્યું છે.

અમેરિકાના સીડીસી મુજબ, મ્યૂકર માયકોસીસ કે બ્લેક ફંગસ એક દુર્લભ ફંગલ ઇન્ફેક્શન જ છે, પરંતુ આ ખુબ જ ગંભીર ઇન્ફેક્શન છે, જે મોઇલ્સ કે ફંગીના એક સમૂહના કારણે ઉત્પન થાય છે. આ મોઇલ્સ આખા પર્યાવરણમાં જીવીત રહે છે, આ સાયનસ કે ફેફસાને પ્રભાવિત કરી શકે છે.

Scroll to Top